હોસ્પિટલના વોર્ડ અને કોરિડોરમાં લાઇટ બંધ રહેતા સારવારમાં વિલંબ અને જોખમની શક્યતા
રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં રાત્રે હોસ્પિટલમાં શરમજનક રીતે અંધેરી નગરી જેવી સ્થિતિ સર્જાય છે. હોસ્પિટલના મુખ્ય વોર્ડ અને કોરિડોરમાં લાઇટ બંધ રહેવાના કારણે દર્દીઓના સગાઓ અને સ્ટાફ ત્રસ્ત છે. તાકીદની સારવારમાં વિલંબ થવાથી દર્દીઓનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે. હોસ્પિટલ તંત્ર લાઇટિંગ સુધારણાના પોકળ દાવા કરી રહ્યું છે, જ્યારે વાસ્તવિકતા અત્યંત નિરાશાજનક છે. દર્દીઓના સગાઓએ ચેતવણી આપી છે કે, તંત્ર જો તાત્કાલિક પગલાં નહીં લે તો ગંભીર પરિણામો આવી શકે છે.



