સફળ બિઝનેસમેન તરીકે ઉભરી આવતાં જૈમિન ચેતાની ‘ખાસ-ખબર’ સાથે ખાસ વાતો…
યંગ અને સક્સેસફૂલ બિઝનેસમેન જૈમિન ચેતાએ રાજકોટ, મોરબી અને અમદાવાદ બાદ દુબઈમાં પણ
પેઢી સ્થાપી છે
- Advertisement -
બિઝનેસની સાથે વિદેશમાં ગુજરાતી કાર્યક્રમો યોજવામાં રસ છે: જૈમિન ચેતા
બિઝનેસમેન જૈમિન ચેતા સાથે વાતચીત કરતા ખાસ-ખબરના ડિરેકટર અમિતભાઇ માખેચા અને રિપોર્ટર મીરા ભટ્ટ.
એક સફળ બિઝનેસમેન એવા જૈમિનભાઈ ચેતાને નાનપણથી જ મહેનત કરી સફળ બિઝનેશમેન બનવું તેવા ગુણ લોહીમાં જ છે. હંમેશા મોજશોખને પ્રાધાન્ય ન આપી પહેલાં એક સફળ વ્યક્તિત્વની છબી ઉપસાવવી તેને પ્રાધાન્ય આપ્યું છે તેવું જૈમિન ચેતાએ ‘ખાસ-ખબર’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું. જીએસટી કાયદાના જાણકાર જૈમિન ચેતા જીએસટી એડવાઈઝર સાથે અન્ય એક્ટિવિટીમાં પણ રસ ધરાવે છે. તેઓ રાજકોટ સહિત મોરબી, અમદાવાદ અને દુબઈમાં ક્ધસલ્ટન્ટિસનું કરે છે, જે ખૂબ સફળ છે. આ પેઢી બંને ભાઈઓ જૈમિન ચેતા અને મિહીર પુજારા ખૂબ જ સારી રીતે હેન્ડલ કરી રહ્યા છે. જૈમિનભાઈ ચેતા તેમના પરિવાર અને લોહાણા સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણરૂપ સાબિત થયા છે. રાજકોટ તો ઠીક પરંતુ જૈમિનભાઈએ દુબઈમાં પણ તેમનું સ્થાન જમાવ્યું છે. તેઓ કંઈક નવું કરવા હંમેશા તત્પર રહે છે. નવા-નવા વિચારો, નવા-નવા લોકોને મળવું તેવો તેમનો શોખ છે પરંતુ જૈમિનભાઈ ચેતા ખૂબ જ સરળ અને મળતાવડા સ્વભાવના કારણે લોકપ્રિય બન્યા છે. તેમને ભગવાનમાં પણ અતૂટ શ્રદ્ધા છે. બિઝનેસની સાથે ધાર્મિક સ્થળોએ જવાનું પણ તેમને વધુ પસંદ છે. જૈમિનભાઈ ચેતાએ દુબઈમાં પોતાની નવી ઓફીસ શરૂ કરી છે જ્યાં તેઓ કંપની ઈન કોર્પોરેશન, વેટ રજીસ્ટ્રેશન એન્ડ રીર્ટનસ, રેરા ઓડીટ એન્ડ ક્ધસલ્ટન્સી, બીઝનેશ ક્ધસલ્ટન્સી સર્વિસ સહિતની અન્ય સુવિધાઓ પૂરી પાડશે. દુબઇની ઓફિસ મિહિરભાઇ પૂજારા સંભાળી રહ્યા છે.
જૈમિનભાઈ ચેતા જીએસટીના સેમિનારો પણ યોજે છે અને એક સારા એડવાઈઝર છે. તેઓ ખૂબ જ સરળતાથી અને મૌલિકતાથી જીએસટીના કાયદાની આંટીઘૂંટીઓ ઉકેલે છે. જૈમિનભાઈ ચેતાને ફરવા જવાનો ખૂબ જ શોખ છે. સાથે તેઓના મનમાં બિઝનેશના નવા-નવા આઈડિયા સતત આવતાં જ રહે છે. હંમેશા તેઓ સોશ્યલ મીડિયાના માધ્યમ થકી બિઝનેશને આગળ ધપાવવાના પ્રયાસો કરતાં રહે છે. વિદેશમાં બિઝનેશ કરવાની તેમની ધગશ આજે રંગ લાવી છે અને દિનેશભાઈ ચેતા એસોસીએટ અને શ્રી સિદ્ધિ વિનાયક એક્સપોર્ટ એમ બે નામથી તેમની પેઢીઓ કાર્યરત છે અને હવે વિદેશમાં પણ એક પીંછુ ઉમેરાયું છે.