પિપળી રોડ પર યુવાનને માર મારી ભરતનગરની વાડીએ લઈ જઈ ઢોર માર મરાયો: ફોર્ચ્યુનર અને બેઝ કાર જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબીના પીપળી રોડ પર ₹5 કરોડની ઉઘરાણી માટે એક યુવાનનું અપહરણ કરીને માર મારવાના ગુનામાં મોરબી તાલુકા પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે આ સનસનીખેજ કેસમાં ઝડપાયેલા આરોપીઓની કુલ સંખ્યા હવે પાંચ થઈ ગઈ છે.
રવિનગરના 25 વર્ષીય અમરતસિંઘ ભુરો ઉર્ફે ભુરજીભાઈ સોઢાએ ફરિયાદ નોંધાવી હતી કે, પિયુષભાઈ પટેલ સહિત પાંચ શખ્સોએ તેના ભાઈ પાસેથી ₹5 કરોડ લેવાના હોવાથી તેની મોબાઈલની દુકાન પર આવી તેને માર માર્યો હતો. ત્યારબાદ કાળી કારમાં તેનું અપહરણ કરીને ભરતનગર પાસેની વાડીએ લઈ જઈ લાકડીઓ અને પટ્ટા વડે ઢોર માર મારવામાં આવ્યો હતો.
અગાઉ પોલીસે નવઘણ સોઢા, ભગીરથ ઠોરીયા અને પિયુષ લોરીયાની ધરપકડ કરી હતી. પીએસઆઈ એચ.એસ.તિવારીની ટીમે વધુ તપાસ હાથ ધરી બગથળાના હાર્દિક શામજીભાઈ થોરીયા અને મહેન્દ્રનગરના હસમુખભાઈ બહાદુરભાઈ પાટડીયાની ધરપકડ કરી છે. પોલીસે ગુનામાં વપરાયેલી એક ફોચ્ર્યુનર અને એક બેઝ કાર જપ્ત કરી છે. પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



