બે દિવસમાં બબ્બે કૂખ્યાત ગેંગને દબોચવામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
લાખોની ચોરીને અંજામ આપતી મધ્યપ્રદેશની ખૂંખાર કડીયાસાસી ગેંગ’ને પકડી લીધા બાદ હવે ત્રીગી ગેંગ ને દબોચી લેવામાં મોટી સફળતા સાંપડી છે. કાચ તોડીને ચોરી કરતી આ ટોળકીએ રાજકોટ સહિત દેશભરમાં 15 ગુનાને અંજામ આપ્યો છે જેમાં આ ગેંગે 150 ફૂટ રિંગરોડ પર કારખાનેદારની કારનો કાચ ફોડીને તેમાંથી 10 લાખની રોકડ અને લેપટોપ ઉઠાવી લીધાનો પણ સમાવેશ થાય છે.
- Advertisement -
સાધુ વાસવાણી રોડ પર રહેતાં કારખાનેદાર અર્જુન જયેશભાઈ અમૃતિયા 150 ફૂટ રોડ પર આવેલા ઈમ્પિરિયલ હાઈટસ પાસે પોતાનો મોબાઈલ રિપેરિંગ કરાવવા માટે ગયા હતા. જો કે આ વેળાએ તેમની મર્સિડીઝ કારમાં 10 લાખની રોકડ અને એક લેપટોપ પડયું હતું તે સાથે ન લઈ જતાં ત્રીચી ગેંગના ધ્યાન પર આ વસ્તુ આવી હતી. આ ગેંગ વૈભવી કાર જોઈને તેમાં મોટો હાથ લાગશે તેવી ગણતરીમાં જ હોવાથી જેવા અર્જુન અમૃતિયા કાર રેટી મુકીને ગયા કે તુરંત જ તેનો કાચ ફોડી નાખીને અંદર રહેલી રોકડ અને લેપટોપ ઉઠાવીને પલાયન થઈ ગઈ હતી. પકડાયેલા તસ્કરોનો ટાર્ગેટ અંબાણી પરિવારનો લગ્ન પ્રસંગ હતો ત્યાં મોંઘીદાટ ગાડીઓમાં લોકો આવતા હોવાથી આસાનીથી મોટી ચોરી શકે તેમ હતી પરંતુ ત્યાં ટાઈટ સિક્યોરિટી હોવાને કારણે તેની કારી ત્યાં ઠાવી હોતી અને પછી રાજકોટ આવ્યા હતા. 150 ફૂટ રોડ પર ચોરીને અંજામ આપ્યો હતો. આ બધાની વચ્ચે ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી હોય છ તેવી રીતે ગેંગનું પગેરુ મળી ગયું હતું અને એક પછી એક કડી જોડતાં જોડતાં ગેંગ સુધી પહોંચી જવામાં સફળતા મળી હતી અને ગેંગના છ લોકોને પકડી પાડી મોટા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
ગમે તેવો મજબૂત હોય, 30 સેક્ધડમાં કારનો કાચ ફોડી નાખે છે
જાણવા મળતી વિગતો પ્રમાણે ખૂંબર નીથી બેંગ ચોરી કરવામાં એટલી પાયાથી હોય છે છે તે માત્ર 30 જે સેન્કડમાં કોઈ કારનો ગમે એટલો મજબૂત હોય તેને તોડી નાખે છે, આ માટે તે ખાસ મોડલ અને મીતરીમાં વપરાતાં છરનો ઉપયોગ કરે છે. 30 સેક્ધડમાં કાચ ફોડયા બાદ મિનિટોમાં તે અંદર રહેતી મત્તા ચોરી કરવામાં માહેર છે.
- Advertisement -
ભાષાને કારણે પોલીસ પણ ગોટાળે ચડી: દુભાષીયો રાખ્યો!
હિન્દી- ગુજરાતી બોલી શકતા ન હોવાને કારણે તેમની પુછપરછ કેવી રીતે કરવી તેને લઈને પોલીસ પણ ગોટાળે ચડી છે. આ પછી આ આ લોકોની ભાષા સમજી શકે તે માટે દુભાષીયાને રાખ્યો હોવાનું જાણવા મળે છે અને તેના આધારે જ ગેંગના અન્ય સાથી અને મુદ્દામાલ રિકવર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.