સમારોહની પૂર્વ તૈયારીના ભાગરૂપે મીટીંગ યોજાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ના અમરેલી પાસે કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થશે. ભૂમિપૂજનની રૂપરેખા ઘડવા મીટીંગ રાખવામાં આવી હતી. મિટિંગમાં કાર્યક્રમની તમામ વ્યવસ્થાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. મિટિંગમાં કાર્યક્રમની તમામ વ્યવસ્થાને લઈને ચર્ચા કરવામાં આવી. આગામી તારીખ 21 જાન્યુઆરીના રોજ રાજકોટ ના અમરેલી ગામે મુકામે યોજાનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થશે. સમારોહની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે 11 જાન્યુઆરીના રોજ કાગવડ શ્રી ખોડલધામ મંદિરે એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ મિટિંગમાં વિવિધ સમિતિઓના સ્વયંસેવક ભાઈઓ-બહેનોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં તમામ વ્યવસ્થાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. પાર્કિંગથી મંદિર અને કાર્યક્રમ સ્થળ સુધી સ્વયંસેવકો રહેશે. મંદિરના પંટાગણ માં નરેશભાઇ પટેલ અને સૌટ્રસ્ટીઓ, ક્ધવીનરો, મહિલા સમિતિ, વિદ્યાર્થી સમિતિના મુખ્ય હોદ્દેદારોએ ગ્રાઉન્ડની સમીક્ષા કરી હતી. તા. 21 ના કાર્યક્રમને લઈને 7 જેટલા વિશાળ પાર્કિંગ, પાર્કિંગ ડિઝાસ્ટર ટીમ, મેડિકલ ટીમ સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યાર બાદ કાર્યક્રમમાં આવતા ભક્તોને કોઈ અગવડતા ના પડે તેને લઈને પાર્કિંગથી મંદિર અને કાર્યક્રમ સ્થળ સુધી સ્વયંસેવકો રહેશે.