વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમારોહમાં વર્ચ્યુઅલી જોડાશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા સમારોહમાં ઉપસ્થિત રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ ભક્તિ દ્વારા એકતાની શક્તિ સાથે માનવસેવા પરમો ધર્મના સંસ્કૃતિ બીજ સાથે સર્વ સમાજની સેવા કરવા નવા સંકલ્પ સાથે રાષ્ટ્રને સાથે રાખી, સમાજની સાથે રહી સેવાકાર્ય કરે છે. 21 જાન્યુઆરી, શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. જેને વિશ્વમાં અનેક વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કરેલ છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના સ્થાપક, માર્ગદર્શક અને સર્વ સમાજને સાથે રાખી નેતૃત્વ કરી રહેલા ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે ત્રણ સંકલ્પ જાહેર કરેલ છે, જેમાં શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રમાં લેઉવા પટેલ સમાજ દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવી
રહ્યા છે.
સપ્તમ પાટોત્સવ 21-1-2024, રવિવારના શુભ મંગલ અવસરે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના અમરેલી ગામે સર્વ સમાજના લોકો માટે અદ્યતન અને આધુનિક ટેક્નોલોજી સાથે કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન સર્વ સમાજની સાત દીકરીઓના વરદ હસ્તે કરવામાં આવશે.
આ ભવ્ય અને દિવ્ય ભૂમિપૂજન સમારોહ ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં શ્રી ખોડલધામ મંદિર- કાગવડ ખાતે 21-1-2024ના રોજ યોજાશે. સવારે 7 વાગ્યાથી 8-30 સુધી ભવ્ય લોકડાયરો યોજાશે. કેન્સર હોસ્પિટલની જગ્યામાં ભૂમિપૂજન વિધિનું 8-30 થી 9 વાગ્યા સુધી લાઈવ પ્રસારણ શ્રી ખોડલધામ મંદિર કાગવડમાં યોજાનાર જાહેર કાર્યક્રમમાં દર્શાવવામાં આવશે. 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.