સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત અંડર 14 ટુડેસ ક્રિકેટ ટુર્નામેન્ટ ક્વાર્ટર ફાઈનલ મેચ રમાયેલી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ખાતે U-14 રાજકોટ-એનો પ્લેયર ખીલન લોરીયા ચમક્યો. નિરંજન શાહ ક્રિકેટ ગ્રાઉન્ડ-બીમાં કચ્છ રૂરલ એન્ડ રાજકોટ-એ ટીમ વચ્ચે મેચ રમાયેલ. કચ્છ રૂરલની ટીમે પ્રથમ બેટીંગ પસંદ કરેલ અને 90 ઓવરમાં 384 રન કરી ઓલઆઉટ થઈ ગયેલ. જેના જવાબમાં રાજકોટ-એ ટીમ 90 ઓવરમાં 390 રન કરી મેચમાં જીત હાંસલ કરેલ. જેમાં ખીલન લોરીયાએ એકલા હાથે 251 બોલમાં 25 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી મહત્ત્વપૂર્ણ 179 રન કરી ટીમની જીતનો પાયો નાખેલ. ખીલન લોરીયાએ માત્ર પાંચ ઈનીંગમાં 633 રન કરી લીડર બોર્ડમાં નંબર-1 પર આવી ગયેલ છે. જેમાં રાજકોટ રૂરલ સામે 224 રન નોટઆઉટ, જૂનાગઢ રૂરલ સામે પહેલી ઈનીંગમાં 146 અને બીજી ઈનીંગમાં પણ 62 રન કરેલ. અને ક્વાર્ટર ફાઈનલ મેચમાં 179 રન બનાવેલ. ખીલન લોરીયા રનમશીન તરીકે પણ ઓળખાય છે. ખીલન લોરીયાને સૌરાષ્ટ્ર અને ટીમ ઈન્ડિયાના ભવિષ્યના પ્લેયર તરીકે જોવામાં આવે છે. આવતીકાલે નિરંજન શાહ સી ગ્રાઉન્ડ ખાતે રાજકોટ-એ અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ વચ્ચે સેમિફાઈનલ મેચ 9-30 વાગે રમાશે અને બીજો સેમિફાઈનલ નિરંજન શાહ બી ગ્રાઉન્ડમાં રાજકોટ રૂરલ અને કચ્છ ડિસ્ટ્રિક્ટ વચ્ચે 9-30 રમાશે.



