ગુજરાતમાં શિક્ષણના હાલ બન્યા બેહાલ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં દિવસેને દિવસે શિક્ષણની હાલત કથડતી જાય છે. ઉલ્લેખનીય છે કે, અનેકવાર ગુજરાતમાં શિક્ષણ વિભાગ સામે સવાલ ઊભા કરે તેવાં કેટલાંય પ્રશ્નો આવી ચૂક્યાં છે. ત્યારે ગુજરાતના ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાની ચારણ નિકોલ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક ચાલુ ક્લાસે ઊંઘતા ઝડપાયા છે. તો બીજી તરફ, વીરપુર તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યના પતિએ યોજેલી પાર્ટીમાં શિક્ષકો દારૂની બોટલો સામે ઝૂમતા દેખાય છે તેવો વીડિયો વાઇરલ થયો છે.
- Advertisement -
4 વિષય માટે એક જ શિક્ષક, એ પણ ઊંઘી જાય છે
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ચારણ-નિકોલ ગામની પ્રાથમિક શાળાની છે. રાજેન્દ્ર પટેલ નામના શિક્ષક ચાલુ ક્લાસે ઉંઘી જતા હોવાથી બાળકોના ભણતરને અસર પડી છે. સ્કૂલમાં 4 વિષય માટે આ એક જ શિક્ષક છે.
નેતાની પાર્ટીમાં શિક્ષકો દારૂની બોટલ સાથે ઝૂમ્યાં
વીરપુર તાલુકાના શિક્ષકોએ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યના પતિએ યોજેલી પાર્ટીમાં મોજ માણતા હોય એવો વીડિયો વાઇરલ થયો હતો. વીડિયોમાં શિક્ષકો ઝૂમતા દેખાય છે અને સાથે દારૂની બોટલોની આપલે પણ થાય છે.