રાજકોટમાં પાનની દુકાનોમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચેકિંગ હાથ ધરાયું
મૃતકોના પોસ્ટમોર્ટમ ન કરનાર હૉસ્પિટલોને નોટિસ
ખેડા સીરપ કાંડમાં હવે તપાસ જેમ જેમ તેજ બની રહી છે તેમ તેમ નવી અપડેટ સામે આવી રહી છે. આ તરફ હવે મૃતકોના પોસ્ટમોર્ટમ ન કરવા બદલ 2 હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે તો સિરપકાંડમાં સત્તાવાર મૃત્યુઆંક 6 ઉપર પહોંચ્યો છે. ખેડા જિલ્લા પોલીસ દ્વારા સત્તાવાર માહિતી આપતા મૃત્યુઆંકમાં વધારો થયો છે. આ તરફ નશીલા સિરપકાંડ મામલે 6 વ્યક્તિઓનાં મોત બાદ જઈંઝની રચના કરાઇ છે. આ બધાની વચ્ચે ખેડામાં વધુ એક વ્યક્તિને નશાકારક સિરપની અસર થઈ છે. જેને લઈ અસરગ્રસ્ત વ્યક્તિને અમદાવાદ સિવિલમાં ખસેડાયા છે.
- Advertisement -
આ તરફ રાજ્યભરમાં આવી સિરપનું વેચાણ કરતાં સામે પણ કાર્યવાહી તેજ બની છે. આ સાથે ખાનગી હોસ્પીટલમાં સારવારમાં લઇ જવાયા હતા ત્યા પીએમ થયેલ નથી. જેને લઈ પોસ્ટમોર્ટમ ન કરવા બદલ બંને હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે.