ગિર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ગોહિલની ખાણ ગામની દક્ષીણા મૂર્તિ સોસાયટીના ઓઝી વિસ્તારના મુખ્ય માર્ગનું તાજેતરમાં ધારાસભ્ય ડો. પ્રદ્યુમન વાજાના હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવેલું હતું. જેમાં પુર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સહિત રાજકીય આગેવાનો તેમજ ઇજનેર કે.વી.બારડ અને સોસાયટીના તમામ સભ્યો વડીલો અને યુવાનોએ હાજરી આપી હતી. આશરે પંદર વર્ષ જેટલા સમય ગાળા પછી આ રસ્તાનું નવીનીકરણ થવા જઈ રહ્યું હોવાથી મુખ્ય માર્ગનું વહેલી તકે કામ ચાલુ થઈને સમયસર પુર્ણ થાય તેવી લોકોએ લાગણી વ્યક્ત કરી હતી.આખરે વિદ્યાર્થીઓ,લોકો અને ગ્રામપંચાયતની માગણી મુજબ દોઢ કરોડનાં ખર્ચે આ સિમેન્ટ રોડ બનાવવાના કામનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.
કોડીનારના ગોહિલખાણથી ઓજી વિસ્તારને જોડતાં રોડનું ખાતમુહૂર્ત

Follow US
Find US on Social Medias