દાદા ગુરુ, સી. આર. પાટીલ, હર્ષ સંઘવી, પરમાત્માનંદ સરસ્વતીજી સહિતના મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરાશે
4 વર્ષથી માત્ર નર્મદાના પાણી ઉપર જ જીવન જીવતા દાદા ગુરૂ
- Advertisement -
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 2 વર્ષમાં 200થી વધુ ચેકડેમો રીપેરીંગ ઊંચા ઊંડા તેમજ નવા બનાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
4 વર્ષથી માત્ર નર્મદાના પાણી ઉપર જ જીવન જીવતા દાદા ગુરૂ, ભારત સરકારના જળ મંત્રાલયના મંત્રી સી.આર.પાટીલ, ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા અને આંતરરાષ્ટ્રીય ક્ધવીનર હિન્દૂ ધર્માચાર્ય મહાસભાના પરમાનંદ સ્વામીના હસ્તે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી 2 કરોડના ખર્ચે નિર્મિત થનાર ચેકડેમનું ખાતમુહુર્ત અને JCBના દાતા રોલેક્ષ રીંગવાળા મનીષભાઈ મદેકા તેમજ પ્રેમગીરી દેવગીરી ગોસ્વામી તરફથી મળેલા સહયોગથી દાનમાં મળેલ બને JCBનું લોકાર્પણ આજે તા. 26/10/2024, શનિવારે સાંજે 4:45 કલાકે એકવા સર્કલ, કરણ-અર્જુન પાર્ટી પ્લોટ વાળો રોડ, ન્યુ 150 ફૂટ રીંગ રોડ, વિક્ટોરિયા ગાર્ડનની બાજુમાં, ફ્લેટની બાજુમાં, રાજકોટ ખાતે કરવામાં આવશે આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના આગેવાનો અને સર્વક્ષેત્રીય શહેર શ્રેષ્ઠીઓ વિષેશ ઉપસ્થિત રેહશે.
- Advertisement -
સમગ્ર સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ લોકભાગીદારીથી જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 2 વર્ષમાં 200થી વધુ ચેકડેમો રીપેરીંગ ઊંચા ઊંડા તેમજ નવા બનાવ્યા છે અને તેનાથી અસંખ્ય ખેડૂતો, સમગ્ર માનવ જીવન અને પ્રકૃતિનાં કરોડો જીવોને વર્ષોના વર્ષો સુધી ફાયદો થતો રહે તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 11,111 ચેકડેમો તૈયાર કરવા અને 11,111 બોર રીચાર્જનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ કાર્યને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, અમિતભાઈ દેશાઈ, અશોકભાઈ કાથરોટીયા, ભરતભાઈ ખાનપરા, અમુભાઈ ભારદીયા, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ જેતાણી, ગોપાલભાઈ બાલધા, વસંતભાઈ લીંબાસીયા, ભરતભાઈ ભુવા, હરીશભાઈ લાખાણી, રમેશભાઈ ઠક્કર, વસંતભાઈ લીંબાસીયા, પ્રકાશભાઈ કનેરિયા, સતીશભાઈ બેરા જહેમત ઉઠાવી રહ્યા છે.