વોર્ડ નં. 5ના કાઉન્સિલરની મહેનત રંગ લાવી
ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
પાલીતાણા વોર્ડ નં -5ના પુલનું 45 લાખના ખર્ચે ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 5ની વર્ષોથી અતિ જરૂરિયાત અને માંગણી હતી, તે પાલીતાણાના રાજકીય સામાજિક અગ્રણી વોર્ડ નંબર પાંચ ના કાઉન્સિલર નિકુલસિંહ સરવૈયાના સતત પ્રયત્નો થકી અને નગરપાલિકાના તમામ સભ્યોના સાથ સહકાર સાથે વિકાસના કામો સતત થઇ રહ્યા છે. પાલીતાણા નગરપાલિકા દ્વારા વોર્ડ નં-5માં દાતારવાડી હાઉસિંગ બોર્ડ રામ સોસાયટી, શિવાજીનગરને જોડતા બ્રીજનું નિર્માણ રૂપિયા 45 લાખના ખર્ચે થવાનું છે.
- Advertisement -
તો આ ખાતમુહુર્ત પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા તેમજ ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાના વરદ હસ્તે તેમજ નગરપાલિકા પ્રમુખ ભુપેન્દ્રસિંહ ગોહિલ ઉપપ્રમુખ અમિતભાઈ પ્રબતાણી તેમજ પૂર્વ ભાજપ પ્રમુખ અશોકભાઈ નૈનાણી નગરપાલિકા પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ગઢવી, પાલીતાણા ભાજપ પ્રમુખ ભરતભાઇ માંડલિયા મહામંત્રી ભાવેશભાઈ કળોતરા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ગોપાલભાઈ વાઘેલા અને કાઉન્સિલર નિકુલસિંહ સરવૈયા હોટેલ નંદિની વિનુભાઈ ગોહિલ અને સમગ્ર પાલીતાણા ભાજપ સંગઠન અને નગરપાલિકા ના સભ્યો અને વોર્ડ નં -5 ના તમામ સક્રિય આગેવાનો તેમજ સ્થાનિક આગેવાનોની વિશેષ હાજરીમાં યોજાયું હતું. સૌ નગરજનોએ આ કાર્યને બિરદાવ્યું હતું અને ખુશી વ્યક્ત કરીને પાલીતાણા ભાજપ ટીમ તેમજ નગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા.