મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને રાજ્યસભામા વિપક્ષ નેતાનાં પદ પરથી રાજીનામું મોકલી આપ્યું છે. જાણો વિગતવાર
મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી દીધું છે. સૂત્રો અનુસાર, રાજ્યસભામા વિપક્ષનાં નેતાનાં પદથી મલ્લિકાર્જુન ખડગેએ ત્યાગ પત્ર આપી દીધો છે. જાણકારી અનુસાર, ‘એક વ્યક્તિ એક પદ ‘હેઠળ મલ્લિકાર્જુન ખડગેએ અધ્યક્ષ પદના ઉમેદવાર તરીકે રેસમાં સામેલ થતાં રાજ્યસભામા વિપક્ષનાં નેતાનાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શુક્રવારે ખડગેએ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નોમિનેશન કર્યું હતું.
- Advertisement -
#CongressPresidentPolls | Following the Udaipur Resolution of One Leader One Post, Candidate for Congress President Poll Mallikarjun Kharge has sent his resignation from the post of LoP in Rajyasabha to Congress Interim President Sonia Gandhi
(File pic) pic.twitter.com/Rx4JvusmHM
— ANI (@ANI) October 1, 2022
- Advertisement -
‘એક વ્યક્તિ એક પદ ‘હેઠળ ખડગેએ આપ્યું રાજીનામું
જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં મલ્લિકાર્જુન ખડગે, શશિ થરૂર અને કે.એન. ત્રિપાઠી છે. ત્રણેય નેતાઓએ શુક્રવારે ઉમેદવારી નોંધાવી હતી. કર્ણાટકના વતની ખડગે સ્પષ્ટપણે પસંદગીના ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે. અશોક ગેહલોત અને કમલનાથે સમર્થન જાહેર કર્યું છે. તે જ સમયે, કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનો દાવો પણ મજબૂત માનવામાં આવે છે. મેદાનમાં ત્રીજા ઉમેદવાર કે. એન. ત્રિપાઠી ઝારખંડના પૂર્વ મંત્રી છે.
Delhi | Ten Congress leaders have backed party leader Mallikarjun Kharge's nomination for the post of Congress president pic.twitter.com/dAOZI3s89d
— ANI (@ANI) September 30, 2022
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ખડગેને ફેવરિટ ઉમેદવાર માનવામાં આવે છે
અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, એ. કે. એન્ટની, અંબિકા સોની અને મુકુલ વાસનિક ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેના પ્રસ્તાવક બન્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં મલ્લિકાર્જુન ખડગેને ફેવરિટ ઉમેદવાર માનવામાં આવે છે. મલ્લિકાર્જુન ખડગેના નોમિનેશન સમયે AICC હેડક્વાર્ટરમાં તેમની સાથે પાર્ટીના ઘણા નેતાઓ જોવા મળ્યા હતા. G-23ના ઘણા નેતાઓ મલ્લિકાર્જુન ખડગેને સમર્થન આપી રહ્યા છે.