ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.21
ભારત સરકારે કેનેડાને તેની બોર્ડર પોલીસમાં ખાલિસ્તાની આતંકવાદીઓ સામેલ હોવા અંગે સતર્ક કર્યુ છે. કેનેડિયન બોર્ડર પોલીસ ઓફિસર તરીકે કામ કરતા આ આતંકીનું નામ સંદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સની છે.
શૌર્ય ચક્ર વિજેતા બલવિંદર સિંહની હત્યાના કેસમાં સની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવી છે.
ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) મુજબ સની પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી NIAનો એજન્ટ પણ હતો. 2020માં સંધુની હત્યાના કેસમાંની વોન્ટેડ લિસ્ટમાં સનીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પંજાબના તરનતારન જિલ્લાના ભીખીવિંડમાં સંધુની તેના ઘરે હત્યા કરવામાં આવી હતી.બલવિંદર સિંહ સંધુને ખાલિસ્તાની આતંકવાદ સામેના પ્રયાસો બદલ શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.
NIAએ આ અઠવાડિયે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદીઓ 2020માં શૌર્ય ચક્ર વિજેતા બલવિંદર સિંહ સંધુની હત્યાના માસ્ટરમાઇન્ડ છે.
NIAએ કહ્યું કે કેનેડા સ્થિત ખાલિસ્તાન લિબરેશન ફોર્સ (NIA)ના ઓપરેટિવ સની ટોરોન્ટો, સુખમીત પાલ સિંહ સુખ અને લખવીર સિંહ રોડે સંધુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
લખવીર સિંહ રોડે ખાલિસ્તાન આતંકવાદી ભિંડરાનવાલેનો ભત્રીજો છે અને NIAનો ચીફ છે. NIAના કહેવા પર જાન્યુઆરી 2016થી ઓક્ટોબર 2017 સુધી 7 લોકોની હત્યા કરવામાં આવી હતી. ખાલિસ્તાનને સમર્થન ન આપનારા ઘણા હિન્દુ નેતાઓની પણ હત્યા કરવામાં આવી હતી.
- Advertisement -
એન્ટી ખાલિસ્તાની વિચારો ધરાવતા બલવિંદર સિંહને 10 ઓક્ટોબર 2020ના રોજ બે આતંકવાદીઓએ સ્કૂલનાં જ બનેલા તેમના ઘરમાં ગોળી મારી દીધી હતી. હુમલામાં બલવિંદર સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અગાઉ ભીખીવિંડ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. આતંકવાદી કનેક્શન સામે આવ્યા બાદ 26 જાન્યુઆરી 2021ના રોજ કેસ પોતાના હાથમાં લીધો હતો.
સિદ્ધુએ કેનેડિયન એજન્ટને સરહદ પારથી ડ્રગ્સની દાણચોરી કરતા અટકાવ્યા બાદ એજન્ટ અને આતંકવાદી દ્વારા માર્યો ગયો હતો. ત્યારથી તે ગઈંઅની વોન્ટેડ લિસ્ટમાં હતો.
આતંકી રોડે આ ઘટનાને અંજામ આપવા માટે સુખમીત પાલ સિંહને રાખ્યો હતો. રોડેની સૂચના પર જ આતંકવાદી ઈન્દરજીત સિંહે બે શાર્પ શૂટર્સ ગુરજીત સિંહ અને સુખદીપ સિંહને રાખ્યા હતા. ત્યારબાદ બધાએ મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ભારત અને કેનેડા વચ્ચેના તણાવ વચ્ચે આ મામલો સામે આવ્યો છે. કેનેડા ભારતીય રાજદ્વારીઓ પર નિજ્જર હત્યા કેસમાં સામેલ હોવાનો આરોપ લગાવી રહ્યું છે. કેનેડાના આરોપોને ખોટા ગણાવતા ભારતે પોતાના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા હતા.
ભારતે કેનેડામાં તેના રાજદ્વારીઓની સુરક્ષાને ખતરો ગણાવી હતી. જો કે, બાદમાં કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ પણ સ્વીકાર્યું હતું કે કોઈપણ પુરાવા વગર આરોપો લગાવવામાં આવ્યા હતા.
- Advertisement -