ખાલિસ્તાની ધમકીને પગલે કેનેડામાં ભારતીય દૂતાવાસ તરફથી જીવન પ્રમાણપત્ર કાર્યક્રમ રદ: બ્રેમ્પ્ટન મંદિર પ્રશાસને સુરક્ષા માંગી
કેનેડામાં વિરોધ પ્રદર્શન અટકવાનું નામ નથી લેતા. હવે ખાલિસ્તાની સમર્થક સંસ્થા શિખ્સ ફોર જસ્ટીસ (એસએફજે) એ કેનેડામાં હિન્દુ મંદિરો બહાર દેખાવો કરવાની ધમકી આપી છે. આ સ્થિતિમાં હિંસાના ખતરાને ધ્યાનમાં રાખીને કેનેડામાં બ્રેમ્પ્ટન ત્રિવેણી સામુદાયિક કેન્દ્રે ભારતી વાણિજય દૂતાવાસ તરફથી યોજાનાર પોતાના જીવન પ્રમાણપત્ર કાર્યક્રમને રદ કરી નાખ્યો છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, બ્રેમ્પ્ટન સ્થિત હિન્દુ મંદિર બહાર તા.16 અને 17 નવેમ્બરે ભારતીય રાજદ્વારી અને મોદી સરકારના સમર્થકો સામે વિરોધ પ્રદર્શન યોજાશે. ખાલિસ્તાની ધમકીઓ પર ચિંતા વ્યક્ત કરતા બ્રેમ્પ્ટન સ્થિત સામુદાયિક કેન્દ્રે એક નિવેદનમાં કહ્યું હતું કે, 17 નવેમ્બરે ભારતીય વિતરણ સમારોહ રદ કરી દીધો છે.
સામુદાયિક કેન્દ્રે પીલ પોલીસને બ્રેમ્પ્ટન ત્રિવેણી મંદિરને મળેલી ધમકીઓ પર ધ્યાન દેવા અને હિન્દુ સમુદાય માટે સુરક્ષા નિશ્ર્ચિત કરવાની અપીલ કરી છે.