અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકોની કાયરતાપૂર્ણ હરકત
સ્પ્રેથી ભારત અને મોદી વિરોધી નારા લખી ચિત્રકારી પણ કરાઈ: ધૃણા-અપરાધ તરીકે ઘટનાની તપાસ કરવા સ્વામિનારાયણ મંદિરનાં ફાઉન્ડેશનની માંગ
- Advertisement -
અમેરિકામાં એક હિન્દૂ મંદિરને ખાલિસ્તાની સમર્થકોએ ફરી નિશાન બનાવ્યુ છે. મંદિરની દિવાલો પર ભારત અને વડાપ્રધાન મોદીની વિરૂદ્ધ સુત્રો લખીને ભાગી ગયા છે.અમેરિકાનાં કેલિફોર્નીયાનાં નેવાર્ક શહેરમાં આ ઘટના બની છે.આ ઘટનાની તસ્વીરો સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ એકસ પર શેર કરવામાં આવી છે. જેમાં સ્વામીનારાયણ મંદિરની દિવાલો પર લખેલા નાટ જોવા મળે છે.
આવી ઘટના પહેલીવાર નથી બની, અગાઉ પણ અમેરીકામાં ખાલીસ્તાની સમર્થકોએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યા છે. આ સિવાય કેનેડા,યુકે અને ઓસ્ટ્રેલીયામાં પણ આવી ઘટનાઓ બની છે. મંદિરના ફાઉન્ડેશને આ ઘટનાની તપાસ ધૃણા અપરાધ તરીકે કરવાની માંગ કરી છે.ઘટના બાદ મંદિર સાથે જોડાયેલા લોકોએ નેવાર્ક પોલીસ વિભાગ અને ન્યાય વિભાગ નાગરીક અધિકાર વિભાગને આ બારામાં સુચિત કર્યા છે. આ ઘટનાનાં કેલીફોર્નીયા પોલીસે ધ્યાને લીધી છે અને ઘટનાની તપાસ હાથ ધરી છે જે મંદિર પર હુમલો કરાયો છે તે વોશીંગ્ટનથી 100 કિલોમીટર દુર છે.સોશ્યલ મિડિયા પર વાયરલ તસ્વીરોમાં જોવા મળે છે
કે આ મંદિરની દિવાલો પર માત્ર ભારત વિરોધી નારા જ નથી લખાયા બલ્કે ભારત વિરોધી ચિત્રકારી પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉતર અમેરિકા અને કેનેડામાં સક્રિય કેટલાંક ખાલિસ્તાન સમર્થક સંગઠન સતત હિન્દુ મંદિરોમાં તોડફોડની ઘટનાઓને અંજામ આપતા હોય છે. ખાસ કરીને કેનેડાનાં બ્રિટીશ કોલંબીયામાં પણ આ વર્ષે ઓગસ્ટમાં સ્વામીનારાયણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું. મંદિરના ગેટ પર ખાલિસ્તાન જનમત સંગ્રહનું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. જેના પર ખાલીસ્તાની આતંકી હરદીપસિંહ નિઝઝરની તસ્વીર લાગી હતી. જેના પર લખ્યુ હતું કે કેનેડા 12 જુનની હત્યાની ઘટનામાં ભારતની ભુમિકાની તપાસ કરી રહ્યું છે.