બ્રિટિશ ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે શુક્રવારે બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા
બ્રિટનમાં કટ્ટરપંથી ખાલિસ્તાની સમર્થકોએ ફરી એકવાર હંગામો મચાવ્યો છે. વાત જાણે એમ છે કે, બ્રિટિશ ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે શુક્રવારે બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશનરને કારમાંથી નીચે ઉતરવા દીધા ન હતા. ખાલિસ્તાન તરફી શીખ કાર્યકર્તાએ જણાવ્યું કે, તેમાંથી કેટલાકને ખબર પડી કે, દોરાઈસ્વામીએ આલ્બર્ટ ડ્રાઈવ પર ગ્લાસગો ગુરુદ્વારાની ગુરુદ્વારા કમિટી સાથે મીટિંગ કરવાની યોજના બનાવી છે.
- Advertisement -
શું કહ્યું ખાલિસ્તાની સમર્થકે ?
ખાલિસ્તાની સમર્થકે કહ્યું, કેટલાક લોકો આવ્યા અને તેમને કહ્યું કે તેમનું અહીં સ્વાગત નથી અને તેઓ ચાલ્યા ગયા. હળવો બોલાચાલી થઈ હતી. મને નથી લાગતું કે, ગુરુદ્વારા કમિટી જે બન્યું તેનાથી બહુ ખુશ છે. પરંતુ બ્રિટનના કોઈપણ ગુરુદ્વારામાં ભારતીય અધિકારીઓનું સ્વાગત નથી. અમે યુકે અને ભારત વચ્ચેની મિલીભગતથી કંટાળી ગયા છીએ. હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ તાજેતરના તણાવને કારણે બ્રિટિશ શીખોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
Forcefully, Indian High Commissioner Vikram Doraiswami asked not to enter Gurudwara, Glasgow. During his visit to Glasgow, Watch this video. @HCI_London @INSIGHTUK2 @FISI_UK @RVCJ_FB @ABPNews @ZeeNewsEnglish @BBCHindi #India @narendramodi @DrSJaishankar @SushilModi @meaindia1 pic.twitter.com/ni8snh6XOj
— Vedant Verma वेदांत वर्मा (@yashverma__97) September 30, 2023
- Advertisement -
કેનેડા અને બ્રિટનના ઘણા શહેરોમાં શીખોની વસ્તી ઘણી વધારે છે અને ગુરુદ્વારા આ સમુદાયનું કેન્દ્રબિંદુ છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર સરેના ગુરુદ્વારાનો પ્રમુખ હતો. નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાની સમર્થકો રોષે ભરાયા છે. ખાલિસ્તાની સમર્થકો માટે શુક્રવારે સ્કોટલેન્ડમાં ભારતીય હાઈ કમિશનર સાથે ગેરવર્તણૂક કોઈ નવી વાત નથી. બ્રિટનમાં ખાલિસ્તાની સમર્થકો આ પહેલા પણ આવી હરકતો કરી ચુક્યા છે.
ભારતીય હાઈ કમિશન બિલ્ડિંગ પર હુમલો
આ વર્ષે માર્ચમાં બ્રિટિશ રાજધાની લંડન સ્થિત ભારતીય હાઈ કમિશન બિલ્ડિંગ પર પણ હુમલો થયો હતો. ખાલિસ્તાની ધ્વજ લઈને અહીં પહોંચેલા ટોળાએ હાઈ કમિશન બિલ્ડિંગ પરથી ભારતીય ધ્વજ ઉતારી લીધો હતો અને ખાલિસ્તાની ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ ભારતે પણ બ્રિટન સમક્ષ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ મહિને જ્યારે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા ત્યારે તેમણે ખાલિસ્તાનના મુદ્દે પહેલીવાર ટિપ્પણી કરી અને કહ્યું કે બ્રિટનમાં કોઈપણ પ્રકારની હિંસા સ્વીકારવામાં આવશે નહીં.