NCPના 1 MLA સહિત શિવસેનાના 30થી વધુ બળવાખોર ધારાસભ્યોના સુરતમાં ધામાં, એકની તબિયત લથડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા
એકનાથ શિંદે શિવસેનાના ધારાસભ્યો સાથે સુરત આવી જતાં હોટલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે
મહારાષ્ટ્રની રાજનીતિમાં ’ખજૂરાહોકાંડ’ સર્જાયો છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ભડકો થયો છે. શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 30થી વધુ ધારાસભ્ય સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા, એમાં ગઈઙના એક ધારાસભ્ય પણ સામેલ છે. તેઓ સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં રોકાયા છે. હોટલ બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સોમવાર સાંજે જ યોગ દિવસના પોતાના તમામ કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યા હતા. નારાજ ધારાસભ્યોને લઈને શિવસેનામાં સ્થિતિ વણસતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બપોરે 12 વાગ્યે ઈમર્જન્સી બેઠક બોલાવી છે.
- Advertisement -
કયા ધારાસભ્યો સંપર્કવિહોણા?
શહાજી બાપુ પાટીલ
મહેશ શિંદે સતારા
ભરત ગોગવળે
મહેન્દ્ર દળવી
મહેશ થોરવે
વિશ્વનાથ ભોઈર
સંજય રાઠોડ
સંદીપાન ભૂમરે
ઉદયસિંહ રાજપૂત
સંજય શિરસાઠ
રમેશ બોરણારે
પ્રદીપ જયસ્વાલ
અબ્દુલ સત્તાર
તાનાજી સાવંત
સુહાસ કાંદે
પ્રકાશ અબીટકર
પ્રતાપ સરનાઈક
ગીતા જૈન
શ્રીકાંત શિંદે
રાજન વિચારે
બાલાજી કેકનિકર
ગુલાબરાવ પાટીલ
શંભુરાજ દેસાઈ
ચિંતામણ વણગા
અનિલ બાબર
જ્ઞાનેશ્વર ચૌગુલે
રાયમૂલકર
લતા સોનવણ
યામિની જાધવ
નીતિન દેશમુખ બાળાપૂર
નીતિન દેશમુખની તબિયત લથડી
મહારાષ્ટ્રથી સુરત આવેલા શિવસેનાના 30થી વધુ ધારાસભ્યોમાંથી એક ધારાસભ્યની તબિયત લથડી હતી. નીતિન દેશમુખ બાળાપૂર(અકોલા)ની તબિયત લથડી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.સવારે ચાર વાગ્યે સિવિલ લવાયા હોવાથી સિવિલ હોસ્પિટલમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
- Advertisement -
હાલ નીતિન દેશમુખને સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડીંગના સ્પેશિયલ રૂમમાં સારવાર અપાઈ રહી છે.
ઉદ્ધવ ઠાકરે સામે રાજકીય સંકટ
એકનાથ શિંદેએ ખુલ્લેઆમ વિદ્રોહનો ઝંડો ઉઠાવ્યા બાદ સીએમ ઉદ્ધવ ઠાકરેની સામે રાજકીય સંકટ ઊભું થયું છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સભ્યો છે, તેથી સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોની જરૂર છે. શિવસેનાના એક ધારાસભ્યનું અવસાન થયું છે, જેના કારણે હવે 287 ધારાસભ્યો રહ્યા છે અને સરકાર માટે 144 ધારાસભ્યોની જરૂર છે. શિંદેના વિદ્રોહ પહેલાં શિવસેનાની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકારને 169 ધારાસભ્યોનું સમર્થન હતું, જ્યારે ભાજપ પાસે 113 ધારાસભ્યો અને 5 અન્ય ધારાસભ્યો વિપક્ષમાં હતા.
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારને 169 ધારાસભ્યોનું સમર્થન હતું. જેમાં શિવસેનાના 56, એનસીપીના 53 અને કોંગ્રેસના 44 ધારાસભ્યો સામેલ છે. આ સિવાય સરકારને સપાના 2, ઙૠઙના 2, ઇટઅના 3 અને 9 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ હતું.
મહારાષ્ટ્રમાં મુખ્ય વિરોધ પક્ષ ભાજપને 113 ધારાસભ્યોનું સમર્થન છે. જેમાં ભાજપના 106, આરએસપીના 1, જેએસએસના 1 અને 5 અપક્ષનો સમાવેશ થાય છે. તે જ સમયે અન્ય પક્ષો પાસે 5 ધારાસભ્યો છે. જેમાં અઈંખઈંખના 2, ઈઙઈં(ખ)ના 1 અને ખગજના 1 ધારાસભ્યનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં નાના પક્ષો અને અપક્ષોના ધારાસભ્યોની સંખ્યા 29 છે. તેમાંથી કેટલાક નાના પક્ષો અને અપક્ષ ધારાસભ્યો ભાજપ સાથે છે અને કેટલાક મહા વિકાસ અઘાડી સાથે છે.
ભાજપ પાસે 113 ધારાસભ્યોનું સમર્થન છે જ્યારે વિકાસ અઘાડી પાસે 169 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં ભાજપે મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવવા માટે 31 ધારાસભ્યોનું સમર્થન મેળવવું પડશે.
ભાજપની પોતાના 105 ખકઅને અમદાવાદ લાવવાની તૈયારી, સાણંદની ક્લબમાં રોકાણ!
ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલા ભૂકંપ બાદ શિવસેનાના ધારાસભ્યોને સુરત લાવીને ઉદ્ધવ સરકાર ઊથલાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આવામાં ભાજપે પોતાના 105 ધારાસભ્યને સાચવવા ગુજરાતની વાટ પકડી હોવાનું ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું છે. ખાસ કરીને અમદાવાદની આસપાસના કોઈ રિસોર્ટ અથવા હાઈ-પ્રોફાઈલ ક્લબમાં તેમના રોકાણની વ્યવસ્થા કરાઈ હોવાનું મનાય છે. આ માટે ગુજરાત ભાજપના કેટલાક આગેવાનોને જવાબદારી સોંપાઈ હોવાનું સૂત્રોએ કહ્યું છે.
એક તરફ, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના સરકાર સંકટમાં મુકાઈ છે. ત્યારે બીજી તરફ, ભાજપે સરકાર બનાવવી હોય તો શિવસેનાને તોડવા ઉપરાંત પોતાના 105 ધારાસભ્યમાંથી કોઈ તૂટે નહીં એ ધ્યાન રાખવું જરુરી બન્યું છે. આ કારણથી જ હવે મહારાષ્ટ્રના 105 ભાજપી ધારાસભ્યોને એકત્ર કરીને વિશેષ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી સીધા રિસોર્ટ અથવા ક્લબમાં લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે.
આજે મોડી સાંજ સુધીમાં ભાજપના ધારાસભ્યો આવે તેવી શક્યતા
ગુજરાત ભાજપનાં જ ઉચ્ચ-સ્તરીય સૂત્રોની વાત માનીએ તો મહારાષ્ટ્રમાંથી ભાજપના જે ધારાસભ્યોને લાવવામાં આવી રહ્યા છે તેઓ આજે મોડી સાંજ સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર આવી શકે છે. આ ધારાસભ્યોને એરપોર્ટ પરથી જ સર્વોચ્ચ સ્તરની સુરક્ષા સાથે પૂર્વનિર્ધારિત સ્થળે લઈ જવામાં આવશે. આ માટે એવો રિસોર્ટ જ પસંદ કરાયો છે, જ્યાં 105 ધારાસભ્યોને એકસાથે સાચવવા માટેની વ્યવસ્થા થઈ શકે.