ખેલાડીઓને નેશનલ માટે સ્પોર્ટસ યુનિવર્સિટી વિનામૂલ્યે કોચિંગ આપશે:સ્પોર્ટસ યુનિવર્સિટી 21મીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે કરશે એમઓયુ
રાજ્ય અને કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં કે.જી. ટુ પી.જી.ના અભ્યાસમાં શારીરિક શિક્ષણ વિષય ફરજિયાત બનાવશે તેની તૈયારી ચાલી રહી છે.ગુજરાતના ખેલાડીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે ઝળકે તે માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનું બીડું મુખ્યમંત્રીના આદેશના પગલે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીએ ઉઠાવ્યું છે અને તેના ભાગરૂપે જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી અને બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એમઓયુ કરવામાં આવશે.
કોલેજો અને યુનિવર્સિટી લેવલે સારો દેખાવ કરનારા યુવા ખેલાડીઓને નેશનલ ટૂર્નામેન્ટ માટે કેવી રીતે તૈયાર કરી શકાય, વિદ્યાર્થીઓ માત્ર એન્જિનિયરિંગ, સાયન્સ, કોમર્સ, આર્ટસને કારકિર્દી ન બનાવતા સ્પોર્ટસ ક્ષેત્રે પણ રહેલી વિશાળ તકોનો લાભ લ્યે તે માટેની ઝુંબેશ અમે ઉપાડી છે અને તેના ભાગરૂપે અમારી યુનિવર્સિટીમાં સ્પોર્ટસ મેનેજમેન્ટ, સ્પોર્ટસ ઇવેન્ટ મેનેજમેન્ટ, ફિઝિકલ એજ્યુકેશન અને રિસર્ચને લગતા અનેક અભ્યાસક્રમો ચાલી રહ્યા છે તેનો વ્યાપ વિસ્તારવાની અને સારા ખેલાડીઓ તૈયાર કરવાની જવાબદારી નેતાજી સુભાષચંદ્ર બોઝ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટર્સના કોચને સોંપાઇ છે.તેમ કુલપતિ ડો.અર્જુનસિંહ રાણાએ જણાવ્યું હતું.
- Advertisement -
ગત વર્ષે ફિટ ઇન્ડિયાના મિશન બાદ આ વર્ષે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનનો પ્રોગ્રામ 15 ઓગસ્ટથી શરૂ કરાયો છે અને તે 2જી ઓક્ટોબર સુધી ચાલશે. અમારો મુખ્ય હેતુ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના ખેલાડીઓને તૈયાર કરવાનો છે. સ્ટેટ લેવલે સારૂ પર્ફોર્મન્સ આપનારા ખેલાડીઓને અમારી યુનિવર્સિટીના નેશનલ લેવલના કોચ વિનામૂલ્યે કોચિંગ આપશે.