કેપ્ટન માર્વેલ ફેમ અભિનેતા કેનેથ મિશેલનું નિધન થયું છે. કેનેથનો જન્મ 1974માં ટોરોન્ટોમાં થયો હતો. તેણે ‘સ્ટાર ટ્રેક’ અને ‘કેપ્ટન માર્વેલ’ જેવી ફિલ્મો કરી હતી. તેણે ટીવીમાં પણ ઘણું કામ કર્યું. તેઓ 49 વર્ષના હતા
કેપ્ટન માર્વેલ ફેમ અભિનેતા કેનેથ મિશેલનું નિધન થયું છે. કેનેથનો જન્મ 1974માં ટોરોન્ટોમાં થયો હતો. તેણે ‘સ્ટાર ટ્રેક’ અને ‘કેપ્ટન માર્વેલ’ જેવી ફિલ્મો કરી હતી. તેણે ટીવીમાં પણ ઘણું કામ કર્યું. તેઓ 49 વર્ષના હતા. તેમના પરિવારજનોએ સોશિયલ મીડિયા પોસ્ટ લખીને આ માહિતી આપી હતી. કેનેથ છેલ્લા ઘણા વર્ષોથી એમિઓટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસને લગતી સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા અને આખરે જીવનની લડાઈ હારી ગયા. તેમણે 24 ફેબ્રુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. કેનેથ મૂળ કેનેડાના હતા. તેઓ તેમની પાછળ પત્ની સુઝાન, 2 બાળકો, માતા-પિતા અને ભાઈને છોડી ગયા છે.
- Advertisement -
અભિનેતાના મૃત્યુ વિશે માહિતી આપવામાં આવી
પરિવાર દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું હતું કે, ‘તેમણે ઓલિમ્પિક આશાવાદી, એક સર્વાઇવર, એક અવકાશયાત્રી, એક સુપરહીરોના પિતા અને ચાર અનોખા સ્ટાર ટ્રેકર્સનું પાત્ર ભજવ્યું છે. પરંતુ તેમની નજીકના લોકો માટે તે આશાવાદી, સ્વપ્ન જોનાર, ફૂટબોલ ખેલાડી, દરિયા કિનારે જનાર, રીંછને આલિંગન આપનાર, લેન્ડસ્કેપ ડિઝાઇનર, માળી, પ્રકૃતિ પ્રેમી, બિલાડીઓનો પ્રેમી , આર્ટ મેકર, ,સંગીત સાંભળનાર, દરેક વસ્તુમાં બારિકાઇ જોનાર, એક વિશ્વ પ્રવાસી, અંકલ જોકર, એક નાનો ભાઈ, સુઝેનનો પાર્ટનર અને સૌથી ઉપર એક ગૌરવપૂર્ણ પિતા તરીકે જુએ છે.
અભિનેતા બીમારી સાથે સંઘર્ષ કરી રહ્યો હતો
- Advertisement -
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ‘સાડા પાંચ વર્ષ સુધી કેને ALSના વિનાશક પડકારોનો સામનો કર્યો. તે દરેક ક્ષણે જીવન જીવવામાં સફળ રહ્યો. તેમનું માનવું હતું કે દરેક દિવસ ખાસ છે અને આપણે ક્યારેય એકલા ચાલીએ નહીં. તેમનું જીવન એ હકીકતનું ઉદાહરણ છે કે તેઓ પ્રેમ, કરુણા અને રમૂજથી ભરેલા હતા.