લોકલ બસ સર્વિસ સંદર્ભે કેજરીવાલે આખા દેશને ઊંધા ચશ્માં પહેરાવ્યા
નવી બસ ઉમેરવાનું વચન આપ્યું હતું, પણ અગાઉ હતી તેમાંથી પણ ઓછી થઈ ગઈ
કોઈપણ શહેર માટે તેનું પરિવહનતંત્ર કરોડરજ્જુ સમાન ગણાય છે. તેમાં પણ દિલ્હી જેવા મહાનગર અને દેશના પાટનગર માટે તો આ બાબત અતિ મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે. દિલ્હી જેવા પ્રદૂષણ સામે ઝઝૂમતા મહાનગર માટે જાહેર બસ સેવા એટલા માટે પણ મહત્વપૂર્ણ થઈ જાય છે કારણ કે આવી સેવાઓ દ્વારા પ્રદૂષણ ઓછું થાય. રાજનૈતિક પાર્ટીઓ પણ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાને ચૂંટણીનો મુદ્દો બનાવતી હોય છે. આવો જ ચૂંટણી મુદ્દો ઇ.સ. 2015ની દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે હાલના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કર્યો હતો. ઇ.સ. 2015ના આમ આદમી પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે “જો અમારી સરકાર બનશે તો અમે 5000 નવી ઉઝઈ બસો ખરીદીશું.” પરંતુ હંમેશા દિલ્હીને બદલી મૂકવાનો દાવો કરતાં અને હંમેશા જાહેરાતોમાં ચમકતા અરવિંદ કેજરીવાલે DTC (Delhi Transport Corporation)ની હાલત કેટલી ખરાબ કરી મૂકી છે તે જાણવા જેવી છે.
- Advertisement -
કેજરીવાલ સરકારની કોઈપણ જાણતું ન હોય એવી સનસનીખેજ વિગતો RTI દ્વારા બહાર આવી
RTI એક્ટિવિસ્ટ સૂજીતે DTC બાબતે વિવિધ RTI કરી છે. તે અનુસાર અરવિંદ કેજરીવાલે ઇ.સ. 2015માં 5000 નવી RTI બસોનો વાયદો કર્યો હતો તેની સામે જાણીને નવાઈ સાથે આંચકો લાગશે કે ઇ.સ. 2015થી ઇ.સ. 2020 સુધી અરવિંદ કેજરીવાલ સરકારે એક પણ બસની ખરીદી કરી નથી. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ સરકાર બીજીવાર સત્તામાં આવ્યા બાદ પણ છેલ્લી RTIના જવાબ મુજબ એકપણ બસ DTC માટે ખરીદી નથી. સામાન્યપણે રાજનેતાઓ જે વાયદો કરતાં હોય તેના 50% કામ તો કરતાં હોય છે પરંતુ કેજરીવાલ સરકારે તો પોતાના વાયદાના 0% કામ કર્યું છે. આ સમગ્ર વિગત જાણી આંચકો લાગ્યો હોય તો આના કરતાં પણ મહત્વની વાત એ છે કે ઇ.સ. 2015માં DTC પાસે 4461 બસો કાર્યરત ((Functional Buses) હતી. જે 31-12-2020ના રોજ કાર્યરત બસો ઘટીને 3760 થઈ ગઈ મતલબ કાર્યરત બસોમાં 701 બસોનો ઘટાડો થયો.
કેજરીવાલે 7 વર્ષમાં 2071 DTC બસ વેંચી મારી!
વધુ એક આંચકાજનક બાબત એ છે કે, 5000 નવી બસોનો વાયદો આપવાવાળા અરવિંદ કેજરીવાલે આ સાત વર્ષમાં 2071 બસો વેચી મારી છે. આ આંકડાઓ દિલ્હી સરકારને કરેલી RTIના જ છે હવે તમે આના પરથી અંદાજો મારી શકો છો કે દિલ્હી ટ્રાન્સપોર્ટની સ્થિતિ કેટલી ખરાબ હશે? એવું નથી કે તેઓએ ઇ.સ.2015માં વાયદો કર્યોને પૂરો નથી કર્યો પરંતુ 06 માર્ચ 2020ના રોજ કેજરીવાલે વચન આપ્યું હતું કે દિલ્હીને આવનારા સમયમાં 9000 નવી બસો મળશે પરંતુ તેમણે એકપણ બસ ખરીદી નથી. આમ, આટલી નફ્ફટાઈપૂર્વક વારંવાર જૂઠું બોલીને લોકોને ગુમરાહ કરવાનું કામ દિલ્હી સરકાર કરે છે. જાહેરાતના જોરે પ્રચાર કરી પોતાની કાગના વાઘ જેવી ઇમેજ ઊભી કરનાર અરવિંદ કેજરીવાલ સરકારનું જમીન પર કામ શૂન્ય નહીં પરંતુ ઋણ – માઈનસ છે. અરવિંદ કેજરીવાલે મહિલા સુરક્ષા માટે પણ 2015માં RTS બસોમાં CCTV કેમેરાઓ નાખવાનો વાયદો કર્યો હતો પરંતુ DTCના જવાબમાં 31-12-2020 સુધીમાં DTC બસોમાં એકપણ ઈઈઝટ કેમેરો નખાયો ન હતો. આ છે અરવિંદ કેજરીવાલ સરકારનું મહિલા સુરક્ષા મોડેલ.
- Advertisement -
વાત અહિયાં પૂરી થતી નથી સુજીતે DTC બસો મામલે પણ કેટલીક RTI કરી છે જેના જવાબ આવતાની સાથે જ અરવિંદ કેજરીવાલ સરકાર જાહેરાતોની આડમાં કેટલો ભ્રષ્ટાચાર અને ગેરવહીવટમાં લથપથ છે તે ખાસ-ખબરમાં હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.