850 કરોડની કિંમતની બસનાં મેન્ટેનન્સ માટે અધધધ… 2892 કરોડનો કોન્ટ્રાક્ટ!
નવા વાહનોની ત્રણ વર્ષની વોરન્ટી હોય છે, તો પહેલાં જ દિવસથી મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ શા માટે ? શું આ ભ્રષ્ટાચાર નથી?
ખાસ-ખબરમાં ગઈકાલે પ્રસિદ્ધ અરવિંદ કેજરીવાલ સરકારના ઉઝઈ કૌભાંડથી દિલ્હીની જનતાની મુશ્કેલીઓ કેવી રીતે વધી છે, કેવી રીતે 5000 નવી બસોના વાયદાની સામે 2071 બસો વેંચી દેવામાં આવી છે. આટલું જ નહીં પરંતુ કેજરીવાલ સરકારના કાર્યકાળમાં 701 કાર્યરત બસો પણ ઓછી થઈ છે એ જાણ્યું. આ ગેરવહીવટ અને કૌભાંડ અહીં નથી અટકતો એ આજે કેજરીવાલ સરકારનાં વધુ એક કૌભાંડ પરથી જાણશું. આખા વિશ્ર્વમાં ઇલેક્ટ્રીક વાહનોનું ચલણ વધ્યું છે. તેમાં મોટું કારણ એ છે કે તેના કારણે પ્રદૂષણ ફેલાતું નથી. દિલ્હીમાં પ્રદૂષણના કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આવી સ્થિતિને પહોચી વળવા માટે દિલ્હી સરકાર ઘમમ-ઊદયક્ષ જેવા ગતકડા કર્યા પરંતુ નક્કર કામો જેવા કે ઇલેક્ટ્રીક બસો દિલ્હીમાં ચલાવી જોઈએ તે ના ચલાવી. દિલ્હી સરકારે તેની પ્રથમ પાંચ વર્ષના સમયગાળામાં એકપણ બસ ખરીદી નથી. તેમાં પણ કેજરીવાલે હળાહળ ખોટું બોલીને 06 માર્ચ 2020ના રોજ કહ્યું હતું કે, “ઇલેક્ટ્રીક બસો માટે ટેન્ડર થઈ ગયું છે.” જ્યારે છઝઈંમાં ખુલાસો થયો હતો કે માર્ચ 2020માં ઇલેક્ટ્રીક બસો ખરીદવાનું કોઈ જ ટેન્ડર થયું ના હતું. આ ટેન્ડર જાન્યુઆરી 2021માં થયું જેની પ્રોસેસ એપ્રિલ 2021 સુધી ચાલી હતી.
અનુસંધાન પાના નં. 2 પર

- Advertisement -
એક રિપોર્ટ અનુસાર DTCની 3760 બસ ચલાવી ન શકાય તેવી છે છતાં તે જૂની બસ જ ચલાવી લેવાય છે!
આટઆટલા વાયદાઓ બાદ પણ દિલ્હીમાં ફક્ત એક ઈલેક્ટ્રીક બસ આવી છે. જેનું ઉદ્ઘાટન અરવિંદ કેજરીવાલે કર્યું હતું. ખાસ વાત એ છે કે તે બસ અભ્યાસ હેતુ ચલાવાઈ રહી છે. જોકે જે ઇલેક્ટ્રીક બસોનો ઓર્ડર અપાયો છે તે પણ કેન્દ્ર સરકારની ઋઊખઅ યોજના હેઠળની છે જેમાં મોટા ઇલેક્ટ્રીક વાહનો ખરીદવા માટે સબસિડી અપાઈ રહી છે. ઇલેક્ટ્રીક બસ બાબતે અઅઙના ઓફિશિયલ ટ્વિટર પરથી તારીખ 02-11-2019ના રોજ ટ્વિટ કરી કહેવાયું હતું કે “ટ્રાન્સપોર્ટ મંત્રી કૈલાશ ગહલોતે ઇલેક્ટ્રીક બસનું ઉદ્ઘાટન કર્યું.” જ્યારે હાલમાં 17-01-2022ના રોજ કેજરીવાલે પહેલી ઇલેક્ટ્રીક બસનું ઉદ્ઘાટન કરી ટ્વિટ કરી હતી તો બંને માથી કહી માહિતી સાચી? દિલ્હીમાં ઉઝઈ સિવાય પણ ક્લસ્ટર બસો (પ્રાઈવેટ એજન્સીની ભાડે બસો લેવી.) જેનું સંચાલન limited through the state transport department કરે છે. એક RTI ના જવાબમાં ખુલાસો થયો છે કે ફક્ત 2021-MAY એક જ માહિનાનું ભાડું 71.40 કરોડ ચૂકવ્યું છે તે પણ ફક્ત 1717 બસોની જ ભાડું જ્યારે દિલ્હીમાં કુલ કલસ્ટર બસોની સંખ્યા 3033 છે હવે તમે આ ભાડાને કુલ બસો અને 12 મહિનાના પ્રમાણમાં કરી લો તો આંકડો કરોડોમાં જાય. આટ આટલું ભાડું ચૂકવાય છે પણ એકપણ DTC બસ ખરીદી કરતી નથી. અરવિંદ કેજરીવાલ સરકારે 1000 CNG બસો ખરીદવાનો ઓર્ડર કર્યો છે પરંતુ સમય પૂર્ણ થયા બાદ પણ એકપણ બસ આવી નથી. પરંતુ કેજરીવાલ સરકારે જે બસ ખરીદી કરી છે તેમાં કેટલો મોટો ગોટાળો છે તે સમજીએ તો ટ્રાન્સપોર્ટ મંત્રી કૈલાશ ગહલોતની અધ્યક્ષતાની એક મિટિંગની ખઘખ પરથી જાણવા મળ્યું છે કે જે બસો ખરીદવાનો ઓર્ડર આપ્યો છે તે એક બસ રૂપિયા 85,00,000ની છે આવી 1000 બસો ખરીદવાનો ઓર્ડર છે તો કુલ રકમ 850 કરોડ થાય પરંતુ આ બસોને મેન્ટેનન્સ કરવા માટેના કરારનો કુલ ખર્ચ રૂપિયા 2892 કરોડ છે. તેમા પણ કોઈ નવા વાહનની ત્રણ વર્ષની વોરંટી હોય જ છે તો કેજરીવાલ સરકારે વોરંટી પિરિયડનું પણ મેંટેનસ ચૂકવવા તૈયાર થઈ છે. તો શું આ ભ્રષ્ટાચાર નથી? એક રિપોર્ટ અનુસાર ઉઝઈની 3760 બસો ઘદયફિલય છે મતલબ ચલાવી ના શકાય તેવી હોવા છતાં નવી બસો ખરીદી ના હોવાને કારણે જૂની બસો જ ચલાવી લેવાય છે તે જનતાની સુરક્ષા સાથે ખીલવાડ જ છે તમને જાણી ને આશ્ચર્ય થશે કે એક RTIના જવાબ મુજબ ગત ચોમાસામાં એક સાથે 1452 બસો બ્રેકડાઉન થઈ ગઈ હતી. એક સાથે આટલી બસો બંધ પડી જવી તેનાથી તમે દિલ્હી બસોની સ્થિતિ સમજી શકતા હશો. ઇ.સ. 1998માં સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં 10000 બસો હોવી જોઈએ તેવો આદેશ આપ્યો હતો આજથી પાંચ વર્ષ પહેલા એક રિપોર્ટ અનુસાર 11000 બસો દિલ્હીમાં હોવી જોઈએ પરંતુ આજે DTC અને ક્લસ્ટર બંને બસો થઈને ફક્ત 6793 બસ છે તેમાથી મોટા ભાગની તો OVERAGE (ચલાવવી ના જોઈએ તે સ્થિતિ) બસો છે.


