-અતિવૃષ્ટિના કારણે અનેક પુલ અને માર્ગો ધોવાયા, ઝરણાઓ ઉભરાયા
અત્રે ભારે વરસાદના કારણે કેદારનાથ યાત્રા પર રોક લગાવી દેવામાં આવી છે. રૂદ્રપ્રયાગના જિલ્લા આપતિ વ્યવસ્થાપન અધિકારી નંદનસિંહ રજવારે જણાવ્યું હતું કે ગૌરીકુંડથી કેદારનાથ સુધી જોરદાર વરસાદ થતી રહી. સવારે યાત્રીઓને સોન પ્રયાગ અને ગૌરીકુંડથી આગળ નહોતા જવા દેવાયા.
- Advertisement -
કેદારનાથ પગપાળા માર્ગ પર ભારે વરસાદને લઈને યાત્રીઓને વિભિન્ન પડાવો પર રોકવામાં આવ્યા છે. પગપાળા માર્ગો પર અનેક ઝરણાઓ ઉભરાઈ રહ્યા છે. યાત્રીઓને વિભિન્ન પડાવો પર રોકવામાં આવ્યા છે. પુલિયા અને રાસ્તાઓ તણાઈ ગયા છે.
બદરીનાથમાં હાઈવે કલીયર થયા બાદ યાત્રીઓને જવા દેવાયા
બદરીનાથ હાઈવે પર અતિવૃષ્ટિથી ખચડા નાલા અને કંચન ગંગામાં લગભગ બે કલાક સુધી 5000 જેટલા તીર્થયાત્રીઓ ફસાઈ ગયા હતા. કંચન ગંગામાં ભારે માત્રામાં કાટમાળ તણાઈ આવ્યો હતો, જયારે ખચડા નાલુ ઉભરાઈ ગયું હતું. સાંજે લગભગ પાંચ વાગ્યે વરસાદ રોકાતા બીઆરઓ (સીમા સડક સંગઠન) એ જેસીબીની મદદથી હાઈવે પરથી પથ્થર અને કાટમાળ હટાવ્યો હતો, જયારે કંચન ગંગામાં આવેલ કાટમાળને હટાવ્યા બાદ સાંજે લગભગ સાડા છ વાગ્યે હાઈવે શરૂ થયા બાદ પોલીસે વિવિધ સ્થળે રોકેલા 5000 તીર્થયાત્રીઓને તેમના જવાના સ્થળે રવાના કર્યા હતા.