બોલીવુડ અભિનેત્રી કેટરિના કૈફ તેની શાનદાર એક્ટીંગ માટે ખૂબ જ ફેમસ છે. અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ કરતા વધુ સમય પસાર કર્યો છે. કેટરિના સોશિયલ મીડિયા પર તેની ફિલ્મો બાબતે જાણકારી આપતી રહે છે. કેટરિનાએ એક એવા વ્યક્તિ સાથે ફોટો શેર કર્યો છે, જેની સાથે તે 20 વર્ષથી જોડાયેલ છે અને આટલો સમય તેણે તેના પતિ વિક્કી કૌશલ સાથે પણ પસાર નહીં કર્યો હોય. કેટરિનાએ તેના પર્સનલ આસિસ્ટન્ટ સાથે સૌથી વધુ સમય પસાર કર્યો છે.
કેટરિના કૈફે પર્સનલ આસિસ્ટન્ટ અશોક શર્મા સાથે ફોટો શેર કર્યો છે. અશોક શર્મા કેટરિનાના પર્સનલ આસિસ્ટન્ટ છે અને તેમની સાથે 20 વર્ષ સુધી કામ કર્યું છે.
- Advertisement -
કેટરિનાએ ફોટો શેર કર્યો
કેટરિનાએ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, મિસ્ટર અશોક શર્મા આજે 20 વર્ષ પૂરા થઈ ગયા. આ એ વ્યક્તિ છે જેમની સાથે 20 વર્ષમાં સૌથી વધુ સમય પસાર કર્યો છે. હસી મજાકથી લઈને મોટિવેશનલ ચર્ચા પણ કરી છે. કેટરિનાએ આગળ લખ્યું છે કે, સેટ પર મને કોઈ પરેશાન કરી તો અશોકજી રડી પડ્યા. હંમેશા મારી સાથે રહ્યા છે. તેમના મિલનસાર સ્વભાવ, નિરંતરતા. હંમેશા મારા પર ધ્યાન આપે છે. આગામી 20 વર્ષો સુધી.
View this post on Instagram- Advertisement -
સેલેબ્સે કરી કમેન્ટ-
કેટરિનાની આ પોસ્ટ પર સેલેબ્સ કમેન્ટ કરી રહ્યા છે. પ્રિયંકા ચોપરાએ કમેન્ટ કરી છે કે, બેસ્ટ. સોનલ ચૌહાણે કમેન્ટબોક્સમાં જણાવ્યું કે, ખૂબ જ પ્યારી પોસ્ટ છે.
કેટરિના કૈફના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો છેલ્લે કેટરિના કેફ ફિલ્મ ‘ફોન ભૂત’માં સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે જોવા મળી હતી. હવે વિજય સેતુપતિ સાથે ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં જોવા મળશે. ઉપરાંત ફિલ્મ ‘ટાઈગર 3’માં સલમાન ખાન સાથે ધૂમ મચાવશે.