રાજકોટના કિંજલ શેઠએ સ્ટાર્ટઅપ તરીકે કંપની ખોલી કાશ્મીરમાં 100 એકરમાં કેસરનું ઉત્પાદન ચાલુ કર્યુ
ખાસ-ખબર સંવાદદાતા
કાશ્મીરનું 100% પ્યોર મોગરા કેસર કે જે રેડગોલ્ડ તરીકે ઓળખાય છે. રાજકોટના કિંજલ શેઠએ સ્ટાર્ટઅપ તરીકે સેફ્રોનીયા માર્ટ એલએલપી કંપની ચાલુ કરી ‘સેફ્રોનીયા’ બ્રાન્ડ હેઠળ કેસરનો બિઝનેસ શરૂ કરેલ છે અને કાશ્મીરના પમ્પોર ખાતે 100 એકરમાં ભાગીદારીમાં ખેતી ચાલુ કરી કેસરનું ઉત્પાદન કરે છે.
કંપની પોતાની આ પ્રોડક્ટસ માટે ફુડ લાયસન્સ ધરાવે છે અને કાશ્મીર ખાતે જ ફેક્ટરીમાં પ્રોસેસ કરી પ્યોર મોગરા કેસર મનીબેક ગેરેંટી સાથે સેફ્રોનીયા બ્રાન્ડથી પેકિંગ કરવામાં આવે છે. સાથોસાથ લેહમાં ઉત્પન થતું શીલાજીત કે જેના અનેક ફાયદા આર્યુવેદમાં બતાવવામાં આવ્યા છે તેમ જ દૂધ માટે શક્તિવર્ધક કેસર ડ્રાયફ્રુટ મસાલો અને રસોઇને સ્વાદીષ્ટ બનાવતો કાશ્મીરી ટીકા મસાલા પણ સેફ્રોનીયા બ્રાન્ડમાં બનાવવામાં આવે છે.
કેસરમાંથી જ બનાવવામાં આવતી બ્યુટી પ્રોડક્ટસ ક્રીમ, સાબુ તેમજ સ્ક્રબ પણ ઉપલબ્ધ છે. આ બધી પ્રોડક્ટસ હોલસેલ તેમજ રીટેઇલમાં મેળવવા માટે કિંજલ શેઠનો મો. 9328842000 તેમજ 9428200075 ઉપર સંપર્ક કરી શકાશે.