શ્રી કાશી વિશ્વનાથની નગરી કાશીથી શ્રીરામની નગરી અયોધ્યાના ટ્રેકને સેમી હાઇસ્પીડ વંદે ભારતથી જોડવામાં આવશે. ટ્રેનને રૈંક પણ ચેન્નઇમાં આવેલી આઇસીએફ ફક્ટરીમાં બનાવીને તૈયાર કરવામાં આવ્યા છે. આ વંદે ભારત ટ્રેનની અંદર અયોધ્યાના ઐતિહાસિક ધરોહરો અને શ્રીરામના ચિત્ર પણ હશે.
બે દિવસીય યાત્રા પર 17 ડિસેમ્બરના કાશી આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી શકે છે. ઉત્તર રેલ્વે લખનૌ મંડલ આ સંબંધમાં પોતાની તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે. આ ટ્રેનના સંચાલનનો પ્રસ્તાવ છ મહીના પૂર્વ રેલ્વે બોર્ડને મોકલવામાં આવ્યો હતો.
- Advertisement -
વડાપ્રધાન મોદી 17 ડિસેમ્બરના સાંજે લગભગ 4 વાગ્યે વારાણસી પહોંચશે અને બાબતપુર એરપોર્ટથી રોડ માર્ગ નદેસર સ્થિત છોટી કટિંગ મેમોરિયલના મેદાનમાં આયોજીત સમારોહમાં સામેલ થશે. જ્યાંથી તેઓ નમોઘાટ પર જશે અને કાશી તમિલ સંગમમનો વિધિવત ઉદ્ધાટન કરશે. જ્યાં સાંસ્કડતિક કાર્યક્રમને જોયા પછી વડાપ્રધાન બરેકામાં રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે 18 ડિસેમ્બરના ઉમરહામાં સ્વર્વદ મહામંદિરનું ઉદ્ધાટન કરશે. જ્યાં વડાપ્રધાન મોદી હાજર ભક્તોને સંબોધિત કરશે. જ્યાંથી વડાપ્રધાન સેવાપુરીના બરકી ગામમાં આયોજીત જનસભાને સંબોધિત કરશે.
અધિકારીઓએ સ્થળનું નિરિક્ષણ કર્યું
વડાપ્રધાન મોદીની રેલી માટે નક્કી કરેલા બરકી ગામમાં શુક્રવારના પોલીસ કમિશનર મુથા અશોક જૈન અને જેલ અધિકારી એસ રાજલિંગમે નિરિક્ષણ કર્યું. પોલીસ આયુક્તે જણાવ્યું કે, વડાપ્રધાનની રેલી માટે આ સ્થળ એખદમ યોગ્ય છે. 18 નવેમ્બરના આયોજનની તૈયારીઓ શરૂ કરવામાં આવશે.