માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે સ્નાન-દાનનુ વિશેષ મહત્વ છે. આ સાથે આ દિવસે પિતૃઓને તર્પણ કરવાનુ પણ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે આ દિવસે પિતૃઓનુ તર્પણ કરવાથી તેઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે સ્નાન-દાનનુ વિશેષ મહત્વ

દર મહિનામાં કૃષ્ણ પક્ષનો છેલ્લો દિવસ અમાસ હોય છે. હિન્દુ ધર્મમાં અમાસનુ વિશેષ મહત્વ છે. માર્ગશીર્ષ મહિનાની અમાસ આ વખતે 23 નવેમ્બરે આવી રહી છે. જેને અગહન અમાવસ્યા અને માર્ગશીર્ષ અમાસના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સ્નાન-દાનની સાથે પિતૃઓની આત્માની શાંતિ અને મોક્ષ પ્રાપ્તિ માટે તર્પણ કરવાની પણ પરંપરા છે, આ દિવસે પિતૃઓ માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ કર્મ વગેરે કરવામાં આવે છે. જેનાથી પિતૃઓના મોક્ષના દ્વાર ખુલી જાય છે અને તેઓ પ્રસન્ન થઇને ભક્તો પર કૃપા વરસાવે છે. જાણો માર્ગશીર્ષ અમાવસ્યા પર કેવીરીતે કરશો પિતૃઓને તર્પણ.

માર્ગશીર્ષ અમાસ 2022 મુહૂર્ત

હિન્દુ પંચાગ મુજબ, માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ 23 નવેમ્બરે સવારે 6 વાગ્યેને 53 મિનિટથી શરૂ થઇને 24 નવેમ્બરે સવારે 4 વાગ્યે 26 મિનિટે તેનુ સમાપન થશે. ઉલ્લેખનીય છે કે, આ દિવસે સ્નાન-દાનનુ મુહૂર્ત સવારે 5 વાગ્યેને 6 મિનિટથી શરૂ થશે અને સવારે 6 વાગ્યેને 52 મિનિટ સુધી રહેશે.

માર્ગશીર્ષ અમાવસ્યા પર આ વિધિથી કરો પિતૃઓને તર્પણ

આમ તો હિન્દુ ધર્મમાં દર મહિને આવનારી અમાસનુ પોતાનુ અલગ મહત્વ હોય છે. પરંતુ અમુક અમાસ પિતૃઓના તર્પણ માટે અત્યંત ખાસ હોય છે. જેમાંથી એક છે માર્ગશીર્ષ અમાવસ્યા. આ દિવસે પિતૃઓના તર્પણ માટે હાથમાં કુશ લઇને બંને હાથ જોડીને પિતૃઓનુ ધ્યાન ધરો. ત્યારબાદ પિતૃઓને આમંત્રિત કરીને આ મંત્ર ઓમ આગચ્છન્તુમાં પિતૃ અને ગૃહ્નન્તુ જલાન્જલિમનુ ઉચ્ચારણ કરો. આ મંત્રનો અર્થ થાય છે કે પિતૃઓ આવો અને જલાંજલિ ગ્રહણ કરો.