તાજેતરમાં રિલીઝ થયેલી ‘સત્યપ્રેમ કી કથા’ને બોકસ ઓફિસ પર મળેલા રિસ્પોન્સથી કાર્તિક આર્યનની ખુશીનો પાર નથી. હવે તેની ખુશી બેવડી થઈ ગઈ છે કારણ કે તેણે મુંબઈનાં પોશ ગણાતા જુહૂ વિસ્તારમાં આલીશાન એપાર્ટમેન્ટ કરીદયો છે.
એક અહેવાલ પ્રમાણે કાર્તિકે રૂા.17.50 કરોડમાં લકઝરી એપાર્ટમેન્ટ ખરીદયો છે. આ પ્રોપર્ટીનું બજાર મૂલ્ય રૂા.7.50 કરોડ છે પણ કાર્તિકે રૂા.17.50 કરોડનાં પ્રિમીયમમાં ખરીદી છે. તેણે સ્ટેમ્પ ડયુટી પેટે રૂા.1.05 કરોડની ચૂકવણી કરી હતી અને 30 જૂનનાં રોજ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જૂહુ સ્કીમનાં એનએસ રોડ નંબર 7 પર આવેલા સિધ્ધિ વિનાયક બિલ્ડીંગમાં બીજા માળે આ એપાર્ટમેન્ટ આવેલો છે, જે 1593.61 ચોરસ ફુટ એરીયામાં છે. આ સાથે કાર્તિકને બે કારનો પાર્કિંગ સ્લોટ પણ મળશે.
- Advertisement -
જૂહુ વિસ્તાર બોલીવુડનાં જૂના કલાકારોની સાથે સાથે વર્તમાન પેઢીનાં કલાકારો માટે પણ ઘર ખરીદવા માટે પ્રથમ પસંદગી છે. જૂહુમાં અમિતાભ બચ્ચનનાં ચાર બંગલા છે. આ ઉપરાંત અહીં અનિલકપૂર, ઋત્વિક રોશન, અજય દેવગણ, જિતેન્દ્ર, હેમા માલિની, શત્રુધ્ન સિંહા, ફરદીન ખાન સહિતના અનેક કલાકારોનાં ઘર આવેલા છે. કાર્તિક-કિયારાની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’એ એક સપ્તાહમાં રૂા.50 કરોડની કમાણી કરી છે અને ગુરૂવાર સુધી તેનું કલેકશન રૂા.53 કરોડે પહોંચ્યું હતું.