સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સૌપ્રથમવાર ઈઇજઊ કલ્ચરની શરૂઆત
SKP, કર્ણાવતી, નેક્સસ, લોર્ડ્સ, ફોટોન જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાના સંચાલકો રમેશ પાંભર-અશોક પાંભર દ્વારા આગવી, આધુનિક ઈઇજઊ કલ્ચર ધરાવતી સ્કૂલનું નિર્માણ કરાયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
SKP સ્કૂલ (મવડી), નેક્સસ ઈન્ટરનેશનલ સ્કૂલ (વગડ ચોક મવડી), કર્ણાવતી સ્કૂલ (રેલનગર), ફોટોન ઈન્સ્ટિટ્યૂટ ફોર નીટ (યુનિવર્સિટી રોડ), લોર્ડ્સ સ્કૂલ (સાધુ વાસવાણી રોડ) એ ફક્ત રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની શિરમોર શૈક્ષણિક સંસ્થાઓમાં નામના ધરાવે છે. હવે આ જ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલક પાંભર બ્રધર્સ એટલે કે રમેશ સર અને અશોક સર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત ઈઇજઊ કલ્ચર ધરાવતી સ્કૂલ લઈ આવી રહ્યા છે જેનું નામ છે : કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલ – ઈઇજઊ.
સૌરાષ્ટ્રના શિક્ષણક્ષેત્ર માટે એક ગૌરવપૂર્ણ તથા ઐતિહાસિક દિવસ આવી રહ્યો છે, કારણ કે સૌરાષ્ટ્રને એક આગવી અને આધુનિક ઈઇજઊ કલ્ચર ધરાવતી સંસ્થા કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ – ઈઇજઊની ભેટ મળવાની છે. સર્વાંગી વિકાસ, વૈવિધ્યસભર શિક્ષણ અને અદ્યતન સુવિધાઓ સાથે સમૃદ્ધ આ સ્કૂલનો શુભારંભ આગામી તા. 14 ડિસેમ્બર 2025ના રવિવારે સાંજે છ કલાકે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ પૂજ્ય અપૂર્વમુની સ્વામીના હસ્તે થશે. માધાપર – મોરબી બાયપાસ રોડ પર આવેલી આ ઐતિહાસિક સ્કૂલના શુભારંભ પ્રસંગે તા. 14 ડિસેમ્બરના રવિવારના રોજ ખ્યાતનામ વક્તા સંજય રાવલ તેમજ તા. 17 ડિસેમ્બરના મંગળવારના રોજ મોટિવેશનલ સ્પીકર જય વસાવડા અહીં ઉપસ્થિત રહીને પોતાના અનુભવ દ્વારા આ પ્રસંગને વધુ યાદગાર બનાવવાના છે.
કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ – ઈઇજઊના શુભારંભ વિશે આ સંસ્થાના સંચાલકો રમેશ પાંભર અને અશોક પાંભરે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમાં સૌપ્રથમવાર ઈઇજઊ કલ્ચર ધરાવતી શાળાની શરૂઆત થવા જઈ રહી છે. નવી પેઢીના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરના અભ્યાસક્રમ સાથે ગુણવત્તાસભર અને મૂલ્ય આધારિત શિક્ષણ પૂરૂં પાડી શકાય તેવા હેતુથી શરૂ થતી આ સંસ્થા વિદ્યાર્થીઓથી લઈ સમગ્ર વિશ્ર્વના વિકાસમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે. આ ફક્ત એક આગવી કે આધુનિક કે ઐતિહાસિક સ્કૂલની શરૂઆત નથી, પરંતુ આ સ્કૂલ સૌરાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખુલવાની શરૂઆત છે.
રાજકોટના રેલનગરમાં કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે હવે તેની તદ્દન બાજુમાં કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલ – ઈઇજઊની શરૂઆત થવા જઈ રહી છે. આ સાથે અહીં શૈક્ષણિક વર્ષ 2026-27 માટેના પ્રવેશ કાર્યની પણ શરૂઆત થાય છે. આશરે સાડા ચાર એકર અને 2 લાખ 62 હજાર સ્કે. ફૂટમાં નિર્માણ પામેલી આ આગવી, આધુનિક અને ઐતિહાસિક ઈઇજઊ કલ્ચર ધરાવતી સ્કૂલમાં હજારની સંખ્યામાં સિટિંગ કેપેસિટી ધરાવતું ઓડિયો-વિઝ્યુઅલ થિયેટર ઉપરાંત બોક્સ ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, પિકલ બોલ, કબડ્ડી, ખો-ખો, ટેબલ ટેનિસ જેવી રમતો માટેના સ્પેશિયલ ગ્રાઉન્ડ છે. ઈઇજઊ સ્કૂલમાં હોય છે તેવી તમામ સુખ-સુવિધાઓ આ સ્કૂલમાં છે ઉપરાંત આ સ્કૂલમાં એવું તો શું છે જે તેને આગવી, આધુનિક અને ઐતિહાસિક બનાવે છે તે જાણવા આ સ્કૂલના ઓપનિંગથી લઈ અનુકૂળ સમય મુજબ મુલાકાત લઈને કરીને સૌ જાણી શકે છે. શિક્ષણ સ્નેહીઓ માટે કે શિક્ષણ સંલગ્ન સૌ કોઈ માટે કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલ – ઈઇજઊ એક અભ્યાસનો વિષય અને અવિસ્મરણીય અનુભવ બની રહેશે. સૌરાષ્ટ્રના શૈક્ષણિક જગતમાં કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલ – ઈઇજઊ એક રોલ મોડેલ સ્કૂલ બનશે એવું સ્કૂલ સંચાલક રમેશ પાંભર અને અશોક પાંભરે જણાવ્યું હતું.



