કર્ણાટકમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં 224 બેઠકોમાંથી કોંગ્રેસને 38.14 મત ટકા સાથે 80 બેઠકો મળી હતી જ્યારે ભાજપને 36.35 મત શેર સાથે 104 બેઠકો મળી હતી
કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ આજે કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. કર્ણાટક વિધાનસભાની ચુંટણી આગામી 10મી મેના રોજ યોજાશે. આ સાથે 13મી તારીખે પરિણામ આવશે. દેશમાં 2023ના પ્રારંભમાં યોજાયેલી ત્રણ રાજયની ચૂંટણી બાદ હવે ઈલેકશન-ફીવર ‘સાઉથ’ બાજુ વળ્યા છે અને આજે ચૂંટણી પંચ કર્ણાટકની ધારાસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત દક્ષિણના ભાજપના પ્રવેશદ્વાર જેવી આ ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધ કોંગ્રેસ અને જનતાદળ (એસ)ની મજબૂત ટકકર હશે.
- Advertisement -
Karnataka Assembly elections will be held on 10th May; counting of votes on 13th May pic.twitter.com/SYcfTnFnDB
— ANI (@ANI) March 29, 2023
- Advertisement -
આથી 224 વિધાનસભા બેઠક માટે એપ્રિલના અંતમાં એક કે બે તબકકામાં મતદાનની શકયતા છે. વર્તમાન વિધાનસભાની મુદત તા.24 મે ના રોજ સમાપ્ત થઈ છે. 2018ની ધારાસભા ચૂંટણીમાં ભાજપને 104 બેઠકો મળી હતી પણ બહુમતીથી દુર રહી ગયો હતો અને બાદમાં કોંગ્રેસ-જનતાદળ (એસ)ની સરકાર બની હતી. કર્ણાટકની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 24 મે, 2023ના રોજ સમાપ્ત થશે. મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી મે 2018માં યોજાઈ હતી. ત્યારબાદ જનતા દળ સેક્યુલર અને કોંગ્રેસે મળીને સરકાર બનાવી. આમાં એચડી કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા. પરંતુ એક વર્ષ અને 2 મહિના પછી જુલાઈ 2019માં કોંગ્રેસ અને જેડીએસના ઘણા મંત્રીઓના રાજીનામાને પગલે સરકાર પડી ભાંગી. ત્યારબાદ કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપે સરકાર બનાવી.
કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પા પણ માત્ર 2 વર્ષ માટે જ મુખ્યમંત્રી રહી શક્યા હતા. ભાજપના કેન્દ્રીય નેતૃત્વની સૂચના પર તેમણે તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું અને બસવરાજ બોમાઈને નવા મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા. કર્ણાટકમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં 224 બેઠકોમાંથી કોંગ્રેસને 38.14 મત ટકા સાથે 80 બેઠકો મળી હતી જ્યારે ભાજપને 36.35 મત શેર સાથે 104 બેઠકો મળી હતી. આ સાથે 18.3 ટકા વોટ શેર સાથે જનતા દળ સેક્યુલરને તેના ખાતામાં 37 બેઠકો મળી. આ ચૂંટણીમાં કોંગ્રેસને 42 સીટો અને જેડીએસને 03 સીટો ગુમાવવી પડી છે. પરંતુ ભાજપને 64 બેઠકો મળી હતી.
First-time voters have increased from 2018-19 by 9.17 lakhs in Karnataka. All young voters who are turning 18 years of age by April 1, will be able to vote in Karnataka Assembly elections: Chief Election Commissioner Rajiv Kumar pic.twitter.com/fNlVxVcta6
— ANI (@ANI) March 29, 2023
કોણે કોણે જાહેર કર્યા છે ઉમેદવાર ?
કોંગ્રેસે અત્યાર સુધી 124 સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે, જ્યારે જેડીએસે પણ 94 સીટો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કર્યા છે. ભાજપે હજુ સુધી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી.
કર્ણાટકમાં કેટલા મતદારો ?
આ વખતે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 5.21 કરોડ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાંથી 2.59 કરોડ મહિલાઓ હશે. આ સાથે 9.17 લાખ મતદારો એવા હશે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. જોકે રાજ્યમાં મુખ્ય સ્પર્ધા કોંગ્રેસ, ભાજપ અને જેડીએસ વચ્ચે માનવામાં આવી રહી છે, પરંતુ આ સિવાય આમ આદમી પાર્ટી, બીએસપી, સીપીઆઈ (એમ), સીપીઆઈ, એનસીપી, જેડીયુ, સમાજવાદી પાર્ટી, કર્ણાટક જનતા પાર્ટી, બી શ્રી મુલુ કોંગ્રેસ પાર્ટીઓ. જેમ કે પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં લડતી જોવા મળશે.ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજ્યમાં કુલ 5,21,73,579 મતદારો છે. કર્ણાટકમાં 9.17 લાખ નવા મતદારો ઉમેરાયા છે. 100 વર્ષથી વધુ ઉંમરના 16 હજારથી વધુ મતદારો છે. 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો ઘરે બેઠા મતદાન કરી શકશે. જેઓ 1 એપ્રિલે 18 વર્ષના થઈ રહ્યા છે તેઓ પણ મતદાન કરી શકશે. આવા 224 બુથ બનાવવામાં આવ્યા છે, જેમાં યુવા કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.100 બુથ પર દિવ્યાંગ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.