જયુબેલી કંમ્પાઉન્ડ ખાતે સીંગલ યુઝ પ્લાસ્ટીક વેસ્ટ એકત્ર કરી સ્વચ્છ ભારત મિશનમાં સહભાગીતા દાખવતા રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના કર્મયોગીઓ

રાજકોટ – ચાલુ ઓકટોબર માસ દરમિયાન કલીન ઇન્ડીયા મીશન-૨૦૨૧ અંતર્ગત દેશવ્યાપી ચાલી રહેલ અભિયાન અંતર્ગત રાજકોટના મહત્વના જાહેરસ્થળો અને વિવિધ વિસ્તરોમાંથી વિવિધ સરકારી વિભાગો, સામાજિક સ્વૈચ્છીક સંસ્થાઓ અને જનસહયોગ દ્વારા સીંગલ યૂજ પ્લાસ્ટિક એકત્ર કરી તેના યોગ્ય નિકાલની કામગીરી ચાલી રહી છે.
- Advertisement -

જે અતંર્ગત રાજકોટના ઐતિહાસીક મહત્વના અને હાર્દસમા વિસ્તારમાં આવેલ એવા જયુબેલી કંમ્પાઉન્ડમાં આજરોજ સીંગલ યૂઝ પ્લાસ્ટિક એકત્ર કરી તેના યોગ્ય નિકાલની કામગીરી રાજકોટ સ્થિત પ્રાદેશિક માહિતી કચેરીના કર્મયોગીઓ દ્વારા કરાઇ હતી.

- Advertisement -
જેમાં કચેરીના વડા અને સંયુકત માહિતી નિયામકશ્રી શરદભાઇ બુબડીયાના માર્ગદર્શન હેઠળ સહાયક માહિતી નિયામક સર્વશ્રી સોનલબેન જોષીપુરા તથા નરેશભાઇ મહેતા સહિત માહિતી કચેરીના તમામ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઇને કલીન ઇન્ડીયા અભિયાન-૨૦૨૧માં સહભાગીતા દર્શાવી હતી.




