ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને ’રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સરદાર પટેલની 150મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ’રાષ્ટ્રીય એકતા દિવસ’ની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે કર્મયોગીઓએ એકતા શપથ લીધા હતાં. જેમાં દેશની અખંડિતતા અને દેશવાસીઓની એકતા જાળવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ તકે સહાયક માહિતી નિયામકો સોનલબેન જોશીપુરા, શ્રી રાધિકાબેન વ્યાસ અને પ્રિયંકાબેન પરમાર, નાયબ કાર્યપાલક ઇજનેર નિલેશભાઈ વાઘેલા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



