ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વાડો કાઈ કરાટે ભાવનગરની એકમાત્ર સંસ્થા જે કરાટેના ખેલાડીઓને ડિસ્ટ્રિક્ટ લેવલથી લઈ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી ભાવનગરથી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે લઈ જાય છે.
વાડો કાઈ કરાટે ડો ફેડરેશન ઓફ ઇન્ડિયા વિદ્યાર્થીને કરાટે ની તાલીમ સાથે સ્ટ્રોંગ બનાવવા યુદ્ધની કળા શીખવવા અને ડર ઉપર વિજય મેળવવા માટે ડિસ્ટ્રિક્ટ લેવલ થી લઈ ઇન્ટરનેશનલ લેવલ સુધીની સ્પર્ધાઓનું અલગ અલગ રાજ્ય અને અલગ અલગ દેશમાં આયોજન કરે છે જેમાં ભાવનગરના કરાટેના ખેલાડીઓ વાડો કાઈ કરાટેના દરેક કોચ પાસે ઇન્ટરનેશનલ સ્પર્ધાત્મક તાલીમ મેળવી દરેક સ્પર્ધામાં ભાગ લેવા જાય છે.
આર્ય સમાજ, સરદારનગર, ભાવનગર ખાતે ડિસ્ટ્રિક્ટ સ્ટેટ, નેશનલ તેમજ ઇન્ટરનેશનલ લેવલે સ્પર્ધા રમનાર દરેક ખેલાડીઓને સેનસાઈ હિરલ જોષી, સેનસાઈ આકાશ જોષી અને સેનસાઈ યજ્ઞેશ રાવલે પ્રમાણપત્ર એનાયત કર્યા હતા અને સંસ્કારોનું સિંચન કરવા માટે દરેક ખેલાડીઓના હાથે આહુતિ આપવી યજ્ઞ કર્યો હતો તેમજ દરેક ખેલાડીઓને ભાવનગર જિલ્લા નિયામક સેનસાઈ કમલ એચ. દવે એ અભિનંદન પાઠવ્યા હતા.



