પ્રો.લલિત ચંદેના માર્ગદર્શન હેઠળ કલાકારો સંગીતના સૂરો રેલાવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હાર્ટબિટ્સ ઇવેન્ટ્સ દ્વારા આગામ કરાઓકે મ્યુઝિક શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સંગીત મય કાર્યક્રમ 6 નવેમ્બર ગુરુવારના રોજ સાંજે 5.30 વાગ્યે રાજકોટના ઈવનીંગ પોસ્ટ, ચૌધરી હાઈસ્કૂલ સામે યોજાશે. આ કાર્યક્રમમાં પ્રખ્યાત સંગીતકારો, ગાયકો અને સંગીત પ્રેમીઓની હાજરી રહેશે. કાર્યક્રમમાં દિલથી સંગીત સાથે સૂર રેલાશે અને શ્રોતાઓને નવી-જૂની સુમધુર ગીતોની મોજ માણવાનો અવસર મળશે. કાર્યક્રમનું માર્ગદર્શન અને સંચાલન પ્રો. લલિત ચંદે સંભાળશે.
- Advertisement -
મુખ્ય ગાયકોમાં હનીફ પઠાણ (અમદાવાદ), ઉર્મિલાજી ચૌહાણ (વર્સેટાઈલ સિંગર), અલ્કા સંઘવી (વેરિફાઇડ જાણીતા સિંગર), નીલાજી હિંડોચા, જયકિશનજી અને વંદનાજી રાવલ જેવા ખ્યાતનામ કલાકારો સામેલ છે. કાર્યક્રમમાં વિવિધ કલાકારો, વાદક કલાકારો અને સંગીતકારોનું મનમોહક પ્રદર્શન રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટોકરાઈટ ઈન્સ્ટિટ્યૂટ, ઓમ ઈન્ટરનેશનલ કુરીયર એન્ડ કાર્ગો, વિન પ્લસ પ્લસ એકેડેમીનો સહયોગ પ્રાપ્ત થયો છે.



