પૈસા ખોટા ન વેડફાય તે હેતુથી નવો જ અભિગમ અપનાવી ઓનલાઈન સગાઈ યોજી
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં કેનેડાના યુવક યુવતીએ ઓનલાઇન સગાઇ યોજાય હતી જયારે આજના આધુનિક યુગમાં બધું જ ઓનાલાઈન થઈ ચૂક્યું છે. ત્યારે હવે પારિવારિક પ્રસંગો પણ ઓનલાઈન થઈ રહ્યા છે. ત્યારે ઉનામાં આહીર સમાજે ક્ધયા-મુરતિયો કેનાડા હોવાથી સમય અને પૈસા ખોટા ન વેડફાય તે હેતુથી નવો જ અભિગમ અપનાવી ઓનલાઈન સગાઈ યોજી હતી. આહીર સમાજની પારંપારિક સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે ટ્રેડિશનલ ડ્રેસ સાથે રીત-રિવાજોને ધ્યાને રાખી સગાઇ યોજવામાં હતી. આ સગાઈમાં હાજર પરિવારજનો અને આગેવાનોએ આશીર્વાદ પણ ઓનલાઇન પાઠવ્યા હતા. આ પ્રસંગે પરિવારમાં પણ અનોખી ખુશી જોવા મળી હતી.