ખાસ-ખબર સંવાદદાતા
ઉનાના કંસારી ગામની વાડી વિસ્તારમાં પાંચ દિવસ પહેલા દીપડાના આંટાફેરાથી ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાય ગયેલ હતો. જેથી વનવિભાગ દ્રારા પાંજરૂ મુકેલ અને ખુંખાર દીપડો પાંજરામાં કેદ થઇ ગયો હતો. અને આજે ફરી એજ વાડીએ શિકારની શોધમાં આવી ચઢતા ખેડૂતોમાં ભયનું વાતાવરણ ફેલાય ગયેલ હતો.કંસારી રોડ પર પેટ્રોલ પંપ નજીક આવેલ જીણાભાઈ મમૂદભાઈ કુરેશીની વાડી માંથી પાંચ દીવસ પહેલા ખુંખાર દીપડો આવેલ હોય જેથી વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવતા દીપડો પાંજરામાં કેદ થઇ ગયેલ હતો. અને આ દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયેલ હતો. ત્યાર બાદ ત્રણ દીવસ પછી દીપડાને છોડી મુકવામાં આવ્યો હતો. એજ દીપડો ફરી જીણાભાઈ મમૂદભાઈ કુરેશીની વાડીમાં આવી ચઢતા જીણાભાઈ મમૂદભાઈ કુરેશીની વાડીમાં રહેલી ભેંસ દોઈ રહેલ યુવાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સદનશીબે કોઈ ઈજા પહોચી ન હતી.
ત્યારે આ બાબતે વાડી માલિકે વનવિભાગને જાણ કરાતા વન વિભાગ દ્વારા ફરી આ વાડી વિસ્તારમાં ખુંખાર દીપડાને પાંજરે પુરવા પાંજરૂ ગોઠવી દીધેલ છે.