રૂરલ એલસીબીએ ત્રિપુટી પાસેથી 10.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો : પાંચની શોધખોળ
ત્રણ ટ્રકમાં આઠ શખ્સો આવતા : ટ્રક પાર્ક કરી ગામડામાંથી બાઈક ઉઠાવી ચોરી કરતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્રભરમાં તરખાટ મચાવતી રાજસ્થાનની કંજર ગેંગના ત્રણ સાગરીતને રૂરલ એલસીબીની ટીમે ઝડપી લઈ 10.15 લાખનો મુદામાલ કબ્જે કરી અન્ય ત્રણની શોધખોળ હાથ ધરી છે આ ગેંગના 8 સભ્યો રાજસ્થાનથી ત્રણ ટ્રકમાં સૌરાષ્ટ્રમાં આવી ટ્રક પાર્ક કરી ગામડામાંથી બાઈક ઉઠાવી ચોરીને અંજામ આપતાં હોવાનું સામે આવ્યું છે. રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા રાજકોટ જિલ્લામાં નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલવા આપેલી સૂચના અન્વયે એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી.ભીમાણી અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે ગોંડલમાં ચોરીને અંજામ આપવાના ગુન્હામાં સંડોવાયેલ કંજર ગેંગના ત્રણ સાગરીતો બુધરાજ રામસ્વરૂપ મીયાભાઇ કંજર, સરમા રામસ્વરૂપ મીયાભાઇ કંજર અને સુમીત પપ્પુ લાદુરામ કુમાવતની ધરપકડ કરી રાજસ્થાન પાસિંગના ત્રણ આઇસર છઉં-08-ૠઅ-7043, છઉં-5ઈં-ૠઅ-3339, છઉં-08-ૠઅ-8164 સહીત 10.15 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછતાછ કરતા એકાદ વર્ષ પહેલા ટ્રકમાં માં રાત્રીના સમયે ગોંડલ નજીક હાઇવે રોડ પર આવેલ ફર્નિચરના કારખાના સામે આવેલ એક ગામમાં ઘરફોડ ચોરી કરેલ હતી ત્રણેક મહીના પહેલા ટ્રકમાં રાત્રીના સમયે ગોંડલ નજીક હાઇવે રોડ પર આવેલ એક ગામમા ગયેલ અને ત્યાં બે રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરેલ હતી 22 દિવસ પહેલા ટ્રકમાં રાત્રીના સમયે આવી આટકોટ પાસે એક ગામમાંથી એક બંધ રહેણાક મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયાની ચોરી કરેલ હતી ગઇ તા.11 ના મોડી રાત્રીના ટ્રકમાં આવી સુમીત ગોંડલ હાઇવે રોડ પર આવેલ માર્કેટીંગ યાર્ડની સામે આવેલ એક સોસાયટીના રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયાની ચોરી કરેલ હતી. તેમજ ગઈ તા.10 ના ટ્રકમાં આવી ગોંડલ નજીક હાઇવે રોડ પર ગાડી રાખી હતી. બાદ એક અજાણ્યો શખ્સ ગાડી ખાતે રોકાયેલ હતો.
જયારે અન્ય ચાર શખ્સો રેલવે ફાટક પછી આવતા એક ગામના વંડામાંથી બાઈકની ચોરી કરી ત્યાંથી ગોંડલ તરફ ફર્નિચરના કારખાના સામે આવેલ એક ગામમાં રાત્રિના સમયમાં રહેણાંક વિસ્તારમાં ચોરી કરવા ગયેલ હતા. પરંતુ કોઈ બંધ મકાન નહીં દેખાતા ત્યાંથી નીકળી ગોંડલ હાઈવે પર અન્ય ગામમાં જઈ ચોરી કરેલ મોટરસાયકલ મૂકી દીધેલ હતું. તે ગામમાંથી બીજું એક બાઈક ચોરી કરી ગોંડલ ખાતે ગયેલ હતા. ગોંડલ શહેર પહેલા આવતી ચોકડીની બાજુમાં આવેલ એક સોસાયટીમાં ગયેલ અને ત્યાંથી બંધ મકાનમાંથી ચોરી કરવાની કોશિશ કરેલ હતી પરંતુ તે મકાનમાંથી કોઈ દાગીના કે પૈસા મળી આવ્યા ન હતા ત્યાંથી નીકળી ફર્નિચરના કારખાનાથી આગળ આવેલ એક પેટ્રોલ પંપ પાસે ચોરી કરેલ મોટર સાયકલ ખાડામાં નાખી દીધેલ હતું. ગત તા.13 ના રોજ મોડી રાત્રીના ટ્રકમાં આવી વાંકાનેર શહેરની આજુબાજુમાંથી અલગ અલગ જગ્યાએથી ત્રણ બાઈકની ચોરી કરી વાંકાનેર નજીક બંધ રહેણાંક મકાનમાં ચોરી કરવાની કોશિશ કરેલ હતી. પરંતુ કોઈ દાગીના કે રોકડ રકમ નહીં મળી આવતા ત્રણેય બાઈક અલગ અલગ જગ્યાએ મૂકી દીધેલ હતા.
ચોરીને અંજામ આપતી કંજર ગેંગના સભ્યો રાજસ્થાનથી ટ્રકમાં આવી ટ્રક રોડ ઉપર સાઈડમાં પાર્ક કરી મોટરસાયકલની ચોરી કરી બાદ તે મોટરસાયકલ લઈને ચોરી કરી મોટરસાયકલ રેઢુ મૂકી ટ્રક લઈને નાસી જતાં હતા આ ગેંગમાં સંડોવાયેલ પપ્પુ લાદુરામ કુમાવત, દિપક બાબુલાલ કંજર અને પપ્પુ કુમાવત સહીત પાંચ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.