– ફિલ્મ 1975ની રાષ્ટ્રીય કટોકટી પર આધારિત
કંગના રનૌત હાલ તેની આગામી ફિલ્મ ‘ઈમર્જન્સી’ પર જોરશોરથી કામ કરી રહી છે. તેણે આ ફિલ્મ વિષે વાત કરતા જણાવ્યું હતું કે તેની આ ફિલ્મ એક મ્યુઝિકલ ડ્રામા છે. જેમાં પાંચ ગીતો છે. ઉલ્લેખનીય છે કે ‘ઈમર્જન્સી’ ફિલ્મ 1975ની ઈમર્જન્સી રાષ્ટ્રીય કટોકટી પર આધારિત ફિલ્મ છે.
- Advertisement -
કંગનાએ સોશિયલ મીડિયા પર ફિલ્મના સેટની તસ્વીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે- આજે સેટ પર કોરિયોગ્રાફર છે. નિર્દેશક આરામથી કામ કરી શકે છે. આમેય ‘ઈમર્જન્સી’માં 5 ગીત છે અને ફિલ્મ એક મ્યુઝિકલ ડ્રામા છે. મને નથી ખબર કે લોકો ઈમર્જન્સીમાં ગીતની અપેક્ષા શા માટે ન રાખી શકે. મને સંગીત પસંદ છે, ‘ઈમર્જન્સી’માં 10 મિનિટ પણ લાંબુ ગીત હોઈ શકે છે.
આ પહેલા કંગનાએ પોતાના સોશિયલ મીડિયાથી જાણકારી આપી હતી કે મ્યુઝિક કમ્પોઝરી જી.વી. પ્રકાશ અને ગીતકાર મનોજ મુંતશિરની સાથે ‘ઈમર્જન્સી’માં મ્યુઝિક પર કામ કરવામાં આવશે. કંગના આ ફિલ્મમાં માત્ર મુખ્ય ભૂમિકા જ નથી ભજવતી બલકે ફિલ્મનું નિર્દેશન પણ કરી રહી છે. ફિલ્મમાં તે ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે.