ભાજપે પણ પક્ષના સાંસદના વિધાનથી સહમત ન હોવાનું જણાવતા અભિનેત્રી માટે બચાવ મુશ્કેલ બન્યો
પોતાના વિધાનોથી ભાજપમાં સતત મુશ્કેલીમાં મુકી રહ્યા છે. બોલીવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનોતે અગાઉ મોદી સરકારે રદ કરેલા ત્રણ કૃષિ કાનુનો ફરી અમલમાં લાવવાની કરેલી માંગથી વિવાદ સર્જાયા બાદ તેને હવે માફી માંગી લીધી છે અને પોતાના વિધાનો પાછા ખેંચી લીધા છે.
- Advertisement -
કંગના અગાઉ પણ ખેડૂત આંદોલન સહિતના મુદ્દે બફાટ કરી ચૂકી છે અને ભાજપને દરેક સમયે બચાવ કરવો પડી રહ્યો છે. એક સમયે તો કંગનાએ ખેડૂત આંદોલન અંગે કરેલા વિધાનોથી ગુસ્સે થયેલા એરપોર્ટ પર એક સિક્યુરીટી મહિલા જવાને કંગનાને તમાચો પણ મારી દીધો હતો.
હવે તેમના આ વિધાનો પર ભાજપે અંતત કર્યું છે અને તે કંગનાના અંગત વિધાનો હોવાનું જણાવીને હરિયાણામાં ચૂંટણી સમયે નવો વિવાદ ન સર્જાય તે જોવા પ્રયત્ન કર્યો છે. તો બાદમાં કંગનાએ હવે પોતાના વિધાનો બદલ ખેદ વ્યકત કર્યો હતો. કહ્યું કે જો કોઇને આ વિધાનોથી ખોટું લાગ્યું હોય તો હું ખેદ વ્યકત કરું છું. જો કે હરિયાણામાં તેના ઘેરા પડઘા પડ્યા છે અને સંયુક્ત કિશાન મોરચાએ કંગના પર ખેડૂતોના વારંવાર અપમાન કરવાનો આરોપ મુક્યો છે.