ઈન્ટરનેટ પર ભારે ટ્રોલ કરવામાં આવી
ખાસ-ખબર સંવાદદાતા
કંગના રણૌતે પ્રોડયૂસર તરીકેની પોતાની ફિલ્મ ’ટિકુ વેડ્સ શેરુ’માં તેના કથિત એક્સ બોયફ્રેન્ડ હૃતિક રોશનના નામનો ઉપયોગ કરતાં લોકોએ તેના પર ભારે પસ્તાળ પાડી છે.
- Advertisement -
આ ફિલ્મના અદાકાર નવાઝુદ્દિનના મોઢે એક ડાયલોગ મૂકવામાં આવ્યો છે. જેમાં તે બોલે છે કે મેરા નામ શેરુ હૈ ૌર લોગ મુઝે પ્યાર સે…શેરુ હી બુલાતે હૈ. મેં એક બોલીવૂડ એકટર હું. મેં છોટી ઔર બડી સભી તરહ કી ફિલ્મો કા નિર્માતા હું. દેખિયે,શાહરૂૂખ, સલમાન, આમિર ઔર હૃતિક ઉપલબ્ધ નહીં થે.ઈસ લિયે ે વહ યહાં નહીં હૈ.
આ સંવાદના કારણે હૃતિકના ચાહકો નારાજ થયા છે. અન્ય સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા પણ કંગનાની એમ કહીને ટીકા કરવામાં આવી છે કે તેણે હૃતિક સાથેના વિવાદ બાદ આ રીતે તેના નામે મજાક ઉડાવવીજોઈએ નહીં.