પોતાના જીવનકાળ દરમ્યાન અનેક સમસ્યાઓથી ઘેરાયેલા શ્રીકૃષ્ણે હસતા મુખે સ્થિતપ્રજ્ઞ રહીને દરેક સમસ્યાનો સામનો કર્યો હતો અને સમાજમાંથી અનિષ્ટકારક તત્વોનો વિનાશ કર્યો હતો અને ખરા અર્થમાં એક લોક્નાયક તરીકે પ્રસ્થાપિત થયા હતા.
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે શહેરીજનોને જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે શ્રીકૃષ્ણ જે વિષ્ણુના અવતાર છે. શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ) એટલે કે શ્રીકૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમી તરીકે ઉજવાય છે ત્યારે સમગ્ર ભારતભરમાં ખુબ જ ઉત્સાહ થી ઉજવાતો આ તહેવાર કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે લોકો ઘરમાં તેમજ મંદિરોમાં ભવ્ય ઉજવણી કરે છે અને સમગ્ર જનસમુદાય કૃષ્ણભક્તિમાં ડૂબી જાય છે, આ દિવસોમાં રસ્તાઓ પર મટકી ફોડના કાર્યક્રમો યોજાય છે અને ‘ ગોવિંદા આલા રે, જરા મટકી સંભાલ બ્રિજબાલા’ ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠે છે. માં દેવકી અને પિતા વાસુદેવના આઠમા સંતાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરાના કારાવાસમાં રાત્રે ૧૨ વાગ્યે થયો હતો અને જન્મથી જ મામા કંસ તરફથી તેને મારી નાખવાના કાવાદાવા થયા હતા, પોતાના જીવનકાળ દરમ્યાન અનેક સમસ્યાઓથી ઘેરાયેલા શ્રીકૃષ્ણે હસતા મુખે સ્થિતપ્રજ્ઞ રહીને દરેક સમસ્યાનો સામનો કર્યો હતો અને સમાજમાંથી અનિષ્ટકારક તત્વોનો વિનાશ કર્યો હતો અને ખરા અર્થમાં એક લોકનાયક તરીકે પ્રસ્થાપિત થયા હતા ત્યારે કૃષ્ણજન્મને વધાવવા બાળકો યુવાઓ મહીલાઓવૃધ્ધોમાં જે અદમ્ય ઉત્સાહ જોવા મળે છે એ જ બતાવે કૃષ્ણ એ દરેક વયના લોકોને આકર્ષિત કરી શકતું મોહક વ્યક્તિત્વ છે અને કૃષ્ણનો કરીશ્મા આ હળાહળ કળીયુગમાં પણ અકબંધ છે.
ત્યારે સાતમ-આઠમના તહેવારો શહેરીજનોને સપરિવાર આનંદ—ઉલ્લાસથી ઉજવવા અને મન મુકીને માણવા તેમજ રાજકોટના શહેરીજનો 1 પ્રત્યેક તહેવારને સાથે મળીને ઉજવણી કરતા હોય છે ત્યારે રાજકોટ ખરા અર્થમાં રંગીલા રાજકોટ તરીકે પ્રસ્થાપિત બન્યુ છે, ત્યારે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ જન્માષ્ટમીના દિવસે જનસમુદાય કૃષ્ણ જન્મોત્સવનો લહાવો લઈ શકે તે માટે રાત્રીના ૧ વાગ્યા સુધી કર્યુ મુકિત જાહેર કરી છે. ત્યારે લોકો પોતાનુ તથા પોતાના પરિવારનું ધ્યાન રાખીને કોરોના ગાઈડલાઈન અને સોશ્યલ ડીસ્ટન્સનું સંપૂર્ણ પાલન કરી જન્માષ્ટમી પર્વ ઉજવવા અનુરોધ કર્યો હતો એમ અંતમાં કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરએ જન્માષ્ટમી પર્વની ખુબ ખુબ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું.
- Advertisement -



