પુત્રીની ઉંમરની સ્ટુડન્ટ્સનું બેફામ શોષણ
ડિવોર્સી પ્રોફેસરે કૂકર્મો માટે શહેરનાં જાગનાથ પ્લોટમાં ખાસ ફલેટ રાખ્યો છે
- Advertisement -
જામનગર રોડ પર પોતાનાં બંગલો પર રાત્રે વિદ્યાર્થિનીઓને લઈ જાય, વ્હેલી સવારે હોસ્ટેલ પરત મૂકી જાય
અનેક યુવતીઓને ફસાવી, પોતાનાં પદનો, વગનો દુરૂપયોગ કરીને મુગ્ધાઓને ફસાવતાં પ્રોફેસરને કોણ પાઠ ભણાવશે?
ખાસ-ખબર સંવાદદાતા
જેમનાં હાથમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીનું ભવિષ્ય હોય તેવા ગુરુજનો જ જો લંપટ હોય તો પછી વિદ્યાર્થિનીનાં હાલ કેવાં થાય, એ કલ્પના પણ કરવી મુશ્કેલ છે. રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોેલેજમાં આવાં જ એક કામાંધ પ્રોફેસરે કાળો કેર વર્તાવ્યો છે. રીતસર વિકૃત કહી શકાય એવાં આ પ્રોફેસરના કારનામા સમગ્ર કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યા છે. અગાઉ અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાં પણ ફરજ બજાવી ચૂકેલાં આ વિકૃત મહાશય ઘણી વખત રાજકોટ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટનાં ચાર્જમાં પણ હોય છે. કોરોના કાળ દરમિયાન નર્સિંગ સ્ટાફને ડ્યૂટીમાંથી મુક્તિ આપવાના બદલામાં તેમણે નર્સોનું ભરપૂર શારિરીક શોષણ કર્યું હતું. હાલ પણ આ વિકૃત ઢગો બાવીસ-ચોવીસ વર્ષની વિદ્યાર્થિનીઓનું ભરપૂર શોષણ કરી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ઢગાને દરરોજ નવી યુવતીઓ જોઈએ છે. જાણવા મળતી વિગત મુજબ પ્રોફેસર જામનગર રોડ પર પોતાનાં બંગલામાં પણ ખૂબ રંગરેલિયા મનાવે છે અને ઇમ્પિરિયલ હોટલ પાસે જાગનાથ પ્લોટ વિસ્તારમાં તેણે કૂકર્મો માટે એક ફલેટ પણ રાખ્યો છે. PDU કેમ્પસનો સમગ્ર સ્ટાફ આ પ્રોફેસરને સીધોદોર કરવાની તરફેણમાં છે.