અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હૈરીસ ‘ભારતવંશી’ છે ખરા પણ ભારત-પ્રેમી છે ખરા? સોનિયા ગાંધી ‘વિદેશી મહિલા’ અને કમલા હૈરીસ ‘દેશ-કી-બેટી’ કઇ રીતે?

CAA-NCRથી માંડી કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરાઈ ત્યાં સુધીની બધ્ધી જ ગતિવિધિની કમલા હૈરિસ જગજાહેર વિરોધી છે

પરખ ભટ્ટ

આપણી નબળાઈ ખૂબ મજબૂત છે! ભીતરમાં ડોકિયું કર્યા વિના દેશના નામ પર કોઈના પર ઓળઘોળ તરત થઇ જઈએ, ઇમોશનની આવી નબળાઈ અત્યારે દેશભરમાં કોરોના કરતાંય વધુ વકરતી જાય છે. નબળાઇનુ એપી સેન્ટર છે. અમેરિકામાં ઉપ રાષ્ટ્રપતિ પદની મજબૂત દાવેદાર કમલાદેવી હૈરીસના કહેવાતા
ભારતીય મૂળનું ! જે ટેક્નિકલ તો ખોટું છે જ પણ પ્રેક્ટિકલી નુક્શાનદાયી પણ છે.વાત આગળ વધારીએ એ પહેલા ઓળખી લો કમલાદેવી હૈરીસને આ ‘બાઈ’ પોતાને અમેરિકન ગણાવવામાં ગર્વ અનુભવે છે અને આપણે ભારતવાસીઓ ધરાર ભારતીય ગણીને તેણીના ઓવારણાં લઇ રહ્યા છીએ.કમલા દેવી હૈરિસનું ભારતીય કનેક્શન તેની માતા શ્યામલા ગોપાલન પૂરતું જ હતું પી.ગોપાલન અને રાજમ ગોપાલન અંગેરોજના વખતમાં મદ્રાસ (હાલ ચેન્નાઇ)માં રહેતા હતા તેનું ચોથું સંતાન એટલે શ્યામલા દેવી, કમલા હૈરીસની માતા શ્યામલ દેવીએ પણ 19 વર્ષની વયે ભારત છોડી દીધું હતું શ્યામલા દેવી બર્કલે યુનિવર્સીટીમાં ભણવા અમેરિકા ગઈ હતી 1963માં ભણતા-ભણતા શ્યામલ દેવીને સ્ટેન ફોર્ડ યુનિવર્સીટીના પ્રોફેસર ડોનાલ્ડ હૈરીસ સાથે ઓળખાણ અને પ્યાર થયો બંનેએ લવમેરેજ કરી લીધા જો કે ઘરસંસાર લાંબો ટક્યો નહીં બે દીકરી (કમલા અને માયા)ના જન્મ સુધીના 7 વર્ષ બંને સાથે રહ્યા અને 1970માં તલ્લાક લઇ છુટા પડ્યા પિતા ડોનાલ્ડ હૈરીસ જમેઇકાના કેરેબીય ન હતા આપણી ફિલ્મ અભિનેત્રી નીના ગુપ્તાને દીકરી ‘આપીને’ વેસ્ટ ઇન્ડિઝના વિખ્યાત ક્રિકેટર વિવિયન રિચાર્ડ મ્હોં ફેરવી લીધું હતું તેની જેમ ડોનાલ્ડ હૈરિસે પત્ની શ્યામલા કે તેની બંને દીકરીનો ઉછેર સિંગલ મધરની જેમ શ્યામલા દેવીએ કર્યો શ્યામલા દેવી અમેરિકાની સ્તન કેન્સરની મશહૂર વિજ્ઞાની હતી 2009માં તેણીનું નિધન થયું હતું જો કે એ પહેલા શ્યામલા દીકરી કમળાને ખુબ ઊંચી શિક્ષા અપાવી ચુકી હતી એક તબક્કે અમેરિકાના સૌથી મોટા રાજ્ય કેલિફોર્નિયાની એટર્ની જનરલ પણ બની હતી કમલાદેવી. આપણી વાત હવે શરુ થાય છે.કમળાદેવીને આપણે ધારીએ તેઓ ભારત-પ્રેમ લેશમાત્ર નથી ઉલ્ટાનો દ્રોહ કે વિરોધ વધુ છે આ ‘બાઈ’ ભયંકર મહત્વકાંક્ષી છે ગયા વર્ષે તેણી રાષ્ટ્રપતિ પદની રેઈસમાં હતી અમેરિકાની રાજનીતિમાં રહેવું અને ચમકવું હોય તો ઈસાઈ ધર્મના લોકોની ફેવર કરવી પડે. કમલાની માતાએ અને કમલાએ પોતે એક સમયે પોતાને ‘ઇસ્કોન’ના ભક્ત ગણાવી ‘હરે રામા હરે કૃષ્ણ’નો નારો લોગઆવ્યો હતો પરંતુ જાહેર જીવનમાં ચમકવું હોય તો આવું નડે. એટલે કમલાએ પોતાને ભારતવંશી કે મૂળ ભારતીય ગણાવવાનું પણ બંધ કર્યું તેણી પોતાને અમેરિકન જ ગણાવવા માંડી અમેરિકામાં પણ ચૂંટણી ટાણે નેતાઓ બહુરૂપિયાની જેમ નાત, જાત, રંગ, દેશ વગેરેની ભેળસેળ દૂર કરતા અચકાતા નથી અમેરિકામાં ભારતીયોની વસ્તી 41 લાખ છે તેમાં 18 લાખ લોકો પાસે મતાધિકાર છે અમેરિકાના 9 રાજ્યો એવા છે જ્યાં ભારતીયો જેને મત આપે તેનું ચૂંટાવું લગભગ ફાઇનલ ગણાય એટલે કમલા હૈરિસે પોતાના ભારતીય મૂળનો મુદ્દો વહેતો કર્યો આવી જ રીતે અમેરિકામાં 13 ટકા મતદારો આફ્રિકન મૂળના છે અહીં કમલા તેની ઓળખ બ્લેક-લેડી તરીકે કરાવી રહી છે ડોનાલ્ડ ટ્રમ્પ સામે 2016માં હિલેરી ક્લિન્ટન હાર્યો 13 ટકા આફ્રિકન મૂળના મતદારોનો મોટો ફાળો હતો કમલા હૈરીસ જેવો તખ્તો એવો ખેલ નાખે છે આફ્રિકન મતદારોવાળા વિસ્તારમાં પોતાના આફ્રિકન ડેડીનો ઉલ્લેખ કરે ભારતીય મતદારો સામે ચેન્નાઇ (ભારત)ની પોતાની માતાનો પણ જેવો કે ઈસાઈ સમુદાયનો ભેટો થાય, હુમલા કરે મારો જન્મ 1964માં ઓકલેન્ડ (કેલિફોર્નિયા)માં થયો એટલે હું પ્યોર અમેરિકન છું આ બધુંય ઠીક, પણ કમલાદેવીને ભારતવંશી કે ભારતકી બેટી ગણાવીને જશ્ન માનવી રહેલા કોંગ્રેસ-ભાજપના નેતાઓને માલુમ થાય કે કમલાદેવી ભારત વિરોધી એ પાકિસ્તાન પ્રેમી છે ! કાશ્મીરમાં ભારતીય સૈન્ય આતંકવાદ સામે લડી સારા નાગરિકોની રક્ષા કરે તેને કમલા દેવી અત્યાચાર ગણે છે માનવાધિકારનો ભંગ મને છે ગયા વર્ષે તેણીએ રાષ્ટ્રપતિ પદની રેસમાં હોવા સાથે કહ્યું હતું કે (કાશ્મીર) ઘાટીના લોકો પોતાને એકલા ન સમજે માનવાધિકારની અમોને ખબર છે જરૂર પડ્યે અમો દખલ પણ દેશું ! પાકિસ્તાનમા આ નિવેદનો મોટા પાયે અખબારોમાં ચમક્યા હતા કમલા દેવ આણી મંડળીને ભારતીય નાગરિક સુધારા ધારો અને નેશનલ સીટીઝન રજીસ્ટર ઈઅઅ અને છઈઈ સામે પણ મોટો વાંધો છે અમેરિકી સંસદમાં કમલાએ મૂળ ભારતીય એવા સાંસદો : રાજા કૃષ્ણા મૂર્તિ, અમી બેરા, પ્રમીલા જયપાલ અને રોહિત ખન્નાની ટોળકી રચી ભારતનો આ બંને મુદ્દે ભારે વિરોધ કર્યો હતો આ જ ટણક ટોળકી કાશ્મીરના આતંકવાદ મુદ્દે ચૂપ રહે છે પાકિસ્તાનમાં બળજબરીથી કરાતા ધર્મ પરિવર્તનથી પર કશું બોલતી નથી ચીનની ઘુષણખોરીમુદે પણ ખામોશ રહે છે અરે કામળાદેવીની આખી ડેમોક્રેટી પાર્ટી પરમાણુ સંધિ મામલામાં ભારતની તદ્દન વિરોધમાં છળી હતી આવી વ્યક્તિને કે તેના પક્ષને ટેકો અપાય ?અરે..એથી તો રિપબ્લિક પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ સાત દરજ્જે સારા, જેણે કાશ્મીર મામલે પાકિસ્તાનને કહી દીધું કે તમો અંદરો અંદર ફોડી લો, આ મુદ્દો ભારતનો આંતરિક મામલો છે ! ” હાઉડી મોદી ” અને ” નમસ્તે ટ્રમ્પ ” જેવા કાર્યક્રમોએ નવી દિલ્હી અને વોશિંગટનને ઘણા ઢૂકડા લાવી દીધા ટ્રમ્પ પેટ મેલા નથી જે હોય તે છડેઘાડ કહી-કરી દીધી છે કમલાદેવીની ડેમોક્રેટિક પાર્ટી ભારત માટે જોખમી છે એ વામપંથીઓથી પ્રેરિત છે એટલે કે હિન્દી વિરોધી ડેમોક્રેટિક પાર્ટી કેટલાક મુસ્લિમ સંગઠનોના ઈશારે છે અમેરિકાના આ પાર્ટીના રાષ્ટ્રીપટિ પદના ઉમેદવાર જો બાઇકને તો મુસ્લિમ અમેરિકી સમુદાય માટે ખાસ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો જેમાં કાશ્મીરમાં 370મી કલમ દૂર કરાઈ તેવો અને ઈઅઅનો વિરોધ જતાવ્યો છે.આવ પક્ષની ઉપ રાષ્ટ્રપવતી પદની દાવેદારનો તેણીના કહે અતા ભારતીય વંશના નામે ઓવારણાં લે શું ? ન કરે નારાયણ ને કમલાદેવી જીતી ગઈ તો ભારત માટે આફતો બટાલિયનોમાં આવી શકે આ સંદેશો સ્વયં કમળદેવીના નવી દિલ્હી ખાતે રહેતા મામા ડો.ગોપાલન બાલચંદ્રએ પણ જતાવ્યો તેમણે કહ્યં કે કમલા ભલે ભારતીય મૂળની હોય પણ ભારતમાં તેણીને જ્યાં પણ કશુંક ખોટું થતું લાગશે તો તેણી બેહિચક અવાજ ઉઠાવશે ! અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નવેમ્બરમાં થવાની છે ભારતે પ્રયાસ કરવો જોઈએ કે કમલાદેવી અને તેણીનો પક્ષ હારે તેના બદલે ભાજપના રામ માધવથી માંડી કોંગ્રેસના સંજય નિરુપમ સુધીના નેતા કામળાદેવીને ‘દેશ કી બેટી’ ગણાવી ફુલ્યા સમાતા નથી આ એ જ રામ માધવ છે જેમને ભારતીય સાથે લગ્ન કરી ‘ઇટાલીનું’ પિયર છોડી પૂર્ણ ભારતીય બનેલા સોનિયા ગાંધીમાઉં ‘વિદેશી મહિલા’ દેખાય છે અને ભારતના ‘ભ’ સાથે સ્નાન સુતકનોય સંબંધ નથી એવા કમલા હૈરીસમાં ‘દેશ-કી બેટી’ના દર્શન થાય છે મગજ ખાલી થઇ ગયું હોય તેને જ પાગલ ગણવાની ભૂલ કરવા જેવી નથી કેટલોક ઈન્ટલેચ્યુંઅલની ‘ગાંડપણ’ વધુ ખતરનાક હોય છે