- ફિલ્મ દર્શાવવામાં નહીં આવે
કાલી ડ્રોક્યુમેન્ટ્રી ફિલ્મનો પોસ્ટર વિવાદમાં સતત તેમાં વધારો થઇ રહ્યો છે. આ વિવાદ ફિલ્મ મેકર લીના મણિમેકલઇની તરફથી સોશ્યલ મીડિયા પર પોસ્ટર શેર કર્યુ ત્યારથી આ વિવાદ સામે આવ્યો છે. આ પોસ્ટરમાં હિંદુ દેવીને સિગારેટ પીતા અને એલજીબીટીનો ઝંડો જોવા મળે છે. આ વિવાદ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનતા અલગ-અલગ રાજયોના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે આ વિવાદમાં કેનેડા મ્યુઝીયમે પણ મોટું પગલું લીધુ છે.
ફિલ્મ ડાયરેક્ટર લીના મણિમેકલાઇએ હજુ સુધી આ પોસ્ટરને લઇને માફી માંગી નથી, પરંતુ કેનેડેના જિસ મ્યુઝિયમમાં આ ફિલ્મના શો યોજાયા હતા, પરંતુ હવે મ્યુઝીયમે માફી માંગી છે, અને કહ્યું કે, હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડાનાર ફિલ્મ દેખાડીને અમે ખોટું કર્યુ છે.
- Advertisement -
આગા ખાં મ્યુઝીયમે પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું કે, અમને ઘણું દુ:ખ છે કે, અંડર ધ ડેડ પ્રોજેક્ટના હેઠળ મ્યુઝીયમમાં 18 શોર્ટ વિડિયોની તરફથી સોશ્યલ મીડિયા પર જાહેર થયેલ પોસ્ટરમાં હિંદુ તેમજ બીજા ધાર્મિક સમુદાયને અમે અજાણતા જ ઠેસ પહોંચાડી છે. એવામાં ફિલ્મ મ્યૂઝીયમમાં દેખાડવામાં નહીં આવે. મ્યુઝીયમનું મિશન કલાના માધ્યમથી અલગ-અલગ સાંસ્કૃતિઓની વચ્ચે સમજ અને સંવાદને વધારવાનો છે. વિવિધ ધાર્મિક અભિવ્યક્તિઓ અને આસ્થા સમુદાયોનું સમ્માન આ મિશનનું અભિન્ન અંગ છે.
ઉલ્લેખનીય છે કે, કેનેડાના આંગા ખાં મ્યુઝમની તરફથી માફી ત્યારે માંગી જયારે ભારતીય ઉચ્ચ આયોગની તરફથી આને લઇને ફરિયાદ દાખલ કરવામાં આવી. મંગળવારના જ ઓટાવા સ્થિત ભારતીય ઉચ્ચ આયોગએ કહ્યું હતુ કે, કેનેડામાં હિંદુ સમુદાયના નેતાઓ પાસેથી અમને ફરિયાદ મળી છે.