બાલાજી મંદિરના મહંત વિવેકસાગર સ્વામી અને સ્વામિનારાયણ મંદિરના મહંત રાધારમણ સ્વામી દ્વારા શનિવારે ભવ્ય આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ વાસીઓની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજ, આ બાલાજી દાદા જે લોકોના દુ:ખોને દૂર કરે છે ત્યારે દાદાના સાનિધ્યમાં તેમજ વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત રાજકોટ સ્થિત શ્રી બાલાજી હનુમાનજી મંદિર દ્વારા તા.11-11-2023 ને કાળી ચૌદશ અને શનિવારના પવિત્ર દિવસે બાલાજી દાદાના સાનિધ્યમાં નિ:શુલ્ક 51 કુંડી મારુતિ મહાયજ્ઞનું દિવ્ય આયોજન મંદિરના મહંત પૂ. વિવેકસાગર સ્વામી તથા સ્વામિનારાયણ મંદિરના મહંત પૂ.રાધારમણ સ્વામી દ્વારા કરવામાં આવ્યું છે, આ મારુતિ મહાયજ્ઞમાં કોઠારી શ્રી હરિચરણદાસજી સ્વામી ની પાવન ઉપસ્થિતિ રહેશે તથા યજ્ઞનો સમય સવારે 8.30 થી 11.30 સુધીનો રહેશે આ યજ્ઞમાં બેસવા ઇરછતા ભક્તોએ ઓફિસમાં પોતાનું નામ નોંધાવી દેવું તેમ મંદિરના કોઠારી પૂ.મુનિવત્સલ દાસજી સ્વામીની યાદીમાં જણાવાયું છે.
- Advertisement -