રાજકોટ મનપા દ્વારા જુદી-જુદી 11 કેટેગરીમાં સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધા યોજાઈ
ખાસ-ખબર સંવાદદાતા
આરએમસી ખાતે યોજાયેલ શોર્ટ મૂવી સ્પર્ધામાં કલાદ્રષ્ટિ સ્ટુડિયોઝની ટીમ દ્વારા રજૂ કરવામાં આવેલ શોર્ટ મુવીને તૃતિય ક્રમાંક મેળવેલ છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આગામી સ્વચ્છ સર્વેક્ષણ 2022ને ધ્યાને લઈને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા રાજકોટ મનપા દ્વારા જુદી જુદી 11 કેટેગરીમાં સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જે અંતર્ગત વિવિધ સ્પર્ધકોમાંથી કલાદ્રષ્ટિ સ્ટુડિયોઝની ટીમ દ્વારા ‘અંત: અસ્તિ પ્રારંભ’ નામની શોર્ટ મૂવી રજૂ કરવામાં આવી હતી.કલાદ્રષ્ટિ સ્ટુડિયોઝી પોતાની યુ-ટયુબ ચેનલ ધરાવે છે અને આ ટીમ દ્વારા રજૂ થયેલ ‘અંત અસ્તિ પ્રારંભ’ નામની શોર્ટ મૂવી માત્ર ત્રણ જ દિવસમાં તૈયાર થઈ છે. ‘અંત અસ્તિ પ્રારંભ’ નામની શોર્ટ મૂવીના ડિરેકટર, સ્ટોરી રાઈટર તરીકે શુભમ રાઠોડ અને આસિસ્ટન્ટ ડિરેકટર તરીકે જયપ્રકાશ જોશીએ કમાન સંભાળી હતી.
આ ઉપરાંત આ શોર્ટ મૂવીના એકટર્સ તરીકે આદિત્ય શ્રીમાળી, જયપ્રકાશ જોશી, પાર્થભાઈ જોશી, શુભમ રાઠોડ, દિશાંત પ્રજાપતિ, પાર્થ સોહેલીયા અને અભિષેક ચાવડાએ ભૂમિકા ભજવી હતી.
- Advertisement -
આ શોર્ટ મૂવીના ફિમેલ આર્ટિસ્ટ તરીકે શીતલ પંડ્યા, ભૂમિ બાવરીયા અને શ્રેયા કાપડીયાએ ભૂમિકા ભજવી હતી. આ મુવીને ત્રીજો ક્રમ આપવામાં આવ્યો છે અને નાયબ મ્યુનિ. કમિશનર એ. આર. સિંહના વરદહસ્તે સર્ટિફીકેટ આપી સન્માનિત કરવામાં આવી હતી.


