NSE પર 370 તો BSE પર 372 પર લિસ્ટિંગ થયું
ખાસ-ખબર સંવાદદાતા
ગયા અઠવાડિયે જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડના રોકાણકારો માટે પોતાનો ઈંઙઘ લોન્ચ કર્યો હતો. આજે કંપની સ્ટોક બજારમાં લિસ્ટ થઇ ગઇ છે. કંપનીના શેર 12 ટકા પ્રિમિયમની સાથે લિસ્ટ થયા છે. ચાલો જાણીએ કે, રોકાણકારોને પોતાના આ આઇપીઓથી કેટલા ટકા ફાયદો થયો છે?
સ્ટોક માર્કેટમાં લિસ્ટ થતા પહેલા કંપનીએ રોકાણકારો માટે પોતાનો આઇપીઓ ખુલ્લો મૂક્યો છે. ગયા અઠવાડીયે જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડએ પોતાનો આઇપીઓ લોન્ચ કર્યો હતો. કંપનીના આઇપીઓમાં રોકાણકારોએ રસ દાખવ્યો છે. આજે કંપનીના શેર એનએસઇ અને બીએસઇ બંન્ને પર લિસ્ટેડ થયા છે.
કંપનીના શેર 12 ટકા પ્રિમિયમની સાથે લિસ્ટ થયા છે. કંપનીના શેરનું મૂલ્ય 331 રૂ. હતું. લિસ્ટિંગ થયા પછી કંપનીના સ્ટોકમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે. બીએસઇ પર સ્ટોક ઇશ્યૂ મૂલ્ય 12.38 ટકા ઉપર 372 રૂ. પર લિસ્ટેડ થયા છે. હવે આ 27.68 ટકાથી ઉછળીને 422.65 રૂ. સુધી પહોંચી ગયા છે.
એનએસઇ પર તેમણે 11.78 ટકાના વધારા સાથે 370 રૂ. પર કારોબાર શરૂ કર્યા છે. કંપનીના આઇપીઓ પર રોકાણકારો પાસેથી સારો પ્રતિભાવ મળ્યો છે. ગુરૂવારના કંપનીના આઇપીઓ બંધ થઇ ગયા હતા. આઇપીઓના છેલ્લા દિવસે કંપનીનો આઇપીઓ 38.53 ગણો વધુ સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીએ આ આઇપીઓમાં 1,000 કરોડ રૂ. સુધીના ફ્રેશ અક્વિટી જાહેર કર્યો છે. કંપનીના આઇપીઓનું પ્રાઇઝ બેન્ડ 315-331 રૂ. પ્રતિ શેર હતું. કંપનીના આઇપીઓથી ભેગી કરેલી રકમનો ઉપયોગ દેણું ચુકવવા અને કાર્યકારી મૂડીની જરૂરિયાતો સાથે સામાન્ય કોર્પોરેટ લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે થશે. જ્યોતિ સીએનસી ઓટોમેશન કમ્પ્યૂટર ન્યૂમેરિકલ કંટ્રોલ મશીનોનું ઉત્પાદન કરે છે. તેમના ગ્રાહકો ઇસરો, બ્રહ્મોસ એરોસ્પોસ તિરૂવનંતપુરૂમ લિમિટેડ, ટર્કિશ એરોસ્પેસ, એમબીડીઅ, યુનિપાટર્સ ઇન્ડિયા, ટાટા એડવાન્સ સિસ્ટમ, ટાટા સિકોરસ્કી એરોસ્પેસ, ભારત ફોર્સ, કલ્યાણી ટેક્નોફોર્જ અને બોશ લિમિટેડ છે.