‘કોંગ્રેસની ઑફિસ તોડી તે રીતે અમે તેમની સરકાર તોડીશું’: રાહુલ ગાંધીનો અમદાવાદમાં હૂંકાર
VHP-બજરંગદળ દ્વારા રાહુલનો વિરોધ
- Advertisement -
મોરબીનો ઝૂલતા પુલકાંડ, રાજકોટ અગ્નિકાંડ, બોટાદ લઠ્ઠાકાંડ, વડોદરા બોટકાંડ અને સુરતના તક્ષશિલા અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા કૉંગ્રેસ મેદાનમાં
સમગ્ર ગુજરાતમાં યોજાનારી ન્યાય પદયાત્રામાં રાહુલ ગાંધી પણ જોડાશે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.6
લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ હિન્દુને લઈ કરેલી વિવાદિત ટીપ્પણીથી હિન્દુ સમાજમાં રોષ વ્યાપ્યો છે. જેને લઈને અમદાવાદમાં પાલડીમાં 2 જુલાઈએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરાઈ હતી. આ ઘટનાને લઈ રાહુલ ગાંધી આજે અમદાવાદ બપોરે 12.30 વાગ્યે કોંગ્રેસ કાર્યાલય આવ્યા હતા. કોંગ્રેસ કાર્યાલયે મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ ઊમટી પડ્યા હતા. અહીં તેઓએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગાંધીજીની કોંગ્રેસ ગુજરાતથી ઊભી થઈ હતી, કોંગ્રેસનું નવસર્જન અહીંથી જ કરીશું, મોદીનો ફુગ્ગો ફૂટી ગયો છે. બાદમાં રાહુલ ગાંધી વડોદરા બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે વાતચીત કરી 3 વાગ્યા આસપાસ દિલ્હી રવાના થયા હતા.
- Advertisement -
ગુજરાતની દુર્ઘટનાઓના પીડિતોને રાહુલ ગાંધીએ જણાવ્યું કે, હું સમગ્ર ઘટનાથી વાકેફ છુ. સરકારે આ બાબતે ગંભીરતા દાખવવી જોઈએ. આવનાર સમયમા તમે મને સમગ્ર ખરી માહિતી આપો અમે લોકસભામાં આ મુદો મજબૂતાઈથી ઉઠાવીશું સમગ્ર કોંગ્રેસ પાર્ટી પીડિતોની સાથે છે તમે ચિંતા ના કરતા.
આશા કાથડના બહેન સંતોષ કાથડએ રાહુલ ગાંધીને જણાવાયું કે અમે તમારો આભાર માનીએ છીએ કે તેમને અમને આ રીતે સાંભળો છો. ભાજપ સરકારનો એક નેતા અમને સાંભળતો નથી. અમને આ સરકાર પર ભરોસો છે જ નહીં તમે અમને ન્યાય અપાવો તેવી વિનંતી છે. ત્યારે રાહુલ ગાંધીએ તમામ અગ્નિકાંડના પીડિતોને ન્યાય આપવવા બાંહેધરી આપી અને સાંત્વના પાઠવી હતી.
વધુમાં આ ચર્ચા વચ્ચે નક્કી થયું હતું કે, જીજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઈની આગેવાનીમાં ગુજરાતની તમામ દુર્ઘટનાઓના પિડિતોને ન્યાય અપાવવા માટે મોરબીથી રાજકોટ, બોટાદ, વડોદરા અને સુરત ન્યાય પદયાત્રા યોજવામાં આવશે અને આ ન્યાય પદયાત્રામાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપને અમે નફરતથી નહીં પ્રેમથી હરાવીશું. રાહુલે ભાજપને લલકારતાં કહ્યું કે તમારો ફુગ્ગો ફૂટી ગયો છે. અમે 2017માં પણ દમખમથી ચૂંટણી લડ્યા હતા અને આગળ પણ લડીશું. પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના તમામ દિગ્ગજો કોંગ્રેસના દરેક કાર્યકરની સાથે છે. ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકવાની તૈયારી કરી લેવામાં આવી છે.
રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસના કાર્યાલય પર હુમલા વિશે કહ્યું કે જે રીતે એ લોકોએ અમારી ઓફિસો તોડી છે અમે પણ હવે તેમની સરકાર તોડીશું. ગુજરાતમાં એ લોકોને હરાવીને જ ઝંપીશું. રાહુલે કહ્યું કે દેશમાં આઝાદીની લડાઈની શરૂઆત ગુજરાતથી જ થઈ હતી.
રાહુલ ગાંધીએ અમદાવાદના પાલડી ખાતે કોંગ્રેસના કાર્યાલયે સભાને સંબોધતાં કોંગ્રેસી કાર્યકરોનો જુસ્સો વધાર્યો હતો. તેમણે ફરી એકવાર ગુજરાતમાં ભાજપને હરાવવા પર ભાર મૂકતાં કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર છે અને તેઓ ચોક્કસ આ વખતે ગુજરાતમાં ભાજપને હરાવશે.
રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધીના લોકસભામાં હિન્દુઓ અંગે નિવદેન બાદ સમગ્ર ગુજરાતમાં તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે રાહુલ ગાંધી અમદાવાદ આવતા જ ટઇંઙ અને બજરંગદળ તેમજ સનાતન ધર્મના સંતો દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ટઇંઙ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને રાહુલના પૂતળા દહન કર્યું હતું. જે બાદ પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. રાહુલ ગાંધીના પૂતળા દહન બાદ પોલીસ દ્વારા ટઇંઙ અને બજરંગદળના કાર્યકરોની અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર રાખવામાં આવ્યા હતા. ત્યારે બજરંગદળના આગેવાનોએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીનું સંસદની અંદર હિન્દુઓને હિંસક ગણાવતા નિવેદનને વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ કડક શબ્દોમાં નિંદા કરે છે. અને રાહુલ ગાંધી હિન્દુ સમાજની માફી માગે તેવી અમારી માગ છે. અને આવનારા સમયમાં જ્યારે પણ રાહુલ ગાંધી ગુજરાત આવશે ત્યારે બજરંગદળ તેમનો આ રીતે વિરોધ કરવામાં આવશે. જ્યાં સુધી રાહુલ ગાંધી માફી નહીં માગે ત્યાં સુધી બજરંગધળનો વિરોધ ચાલુ રહશે.