પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસના સંયુક્ત સંમેલનનું ઉદ્ધાટન કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસના સંયુક્ત સંમેલનનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે આપણા દેશમાં જ્યાં એક બાજુ જ્યુડિશિયરીની ભૂમિકા બંધારણ સંરક્ષકની છે, જ્યારે હયલશતહફિીંયિ નાગરિકોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. મને વિશ્વાસ છે કે બંધારણની આ બંને ધારાઓનો આ સંગલમ, આ સંતુલન દેશમાં પ્રભાવી અને સમયબદ્ધ ન્યાય વ્યવસ્થાનો રોડમેપ તૈયાર કરશે. પીએમ મોદીએ કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય જજોનું આ સંયુક્ત સંમેલન આપણી બંધારણીય સુંદરતાનું જીવંત ચિત્રણ છે. મને ખુશી છે કે આ અવસરે મને પણ તમારા બધાની સાથે થોડી પળો વિતાવવાનો અવસર મળ્યો. આઝાદીના આ 75 વર્ષોએ જ્યુડિશિયરી અને એક્ઝિક્યુટિવ બંનેની ભૂમિકા અને જવાબદારીઓને સતત સ્પષ્ટ કરી છે. જ્યારે જ્યાં પણ જરૂરી હતું, દેશને દિશા આપવા માટે આ સંબંધ સતત યદજ્ઞહદય
થયો છે.
PM મોદીએ આવી રીતે આપ્યો કોરોના એલર્ટનો મૂક સંદેશ
PM મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં દેશનાં તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને તમામ રાજ્યની હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ – CJIએનવી રમના પણ સંમેલનમાં હાજર રહ્યા હતા અને સંયુક્ત પરિષદને સંબોધિત કરી હતી. PM મોદી દ્વારા મુખ્યમંત્રીઓ અને ચીફ જસ્ટિસોને સ્થાનિક ભાષાઓને આગળ લઈ જવાની અપીલ કરવામાં આવી હતી અને કહ્યું કે, આપણે અદાલતોમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન આપવું જોઈએ. આનાથી દેશના સામાન્ય નાગરિકોનો ન્યાયતંત્રમાં વિશ્વાસ વધુ મજબૂત થશે. સાથે સાથે CJI રમનાએ પોતાનાં સંબોધનમાં કાયદાનાં કાર્યક્ષેત્ર વિશે વાત કરવાની સાથે સાથે લક્ષ્મણ રેખાને યાદ કરાવી હતી. તમામ બાબતોમાં ઙખ દ્રારા દેશ અને દેશવાસી માટે એક મુક સંદેશ પણ વહેતો કરવામાં આવ્યો હતો.


