પ્રભુ પ્રાપ્તિના માર્ગે આગળ વધવું હોય તો સૌથી પહેલા તો દુર્જનોનો સંગ ત્યજવો. દુવ્ર્યસની કરતા પણ દુર્જન વધારે હાનિકારક છે. જેવી રીતે હસવું અને લોટ ફાકવો આ બે કામ એક સાથે થઈ શકતા નથી, એવી જ રીતે ખરાબ મનુષ્યોની સાથે રહેવું અને ધર્મ પાલન કરવું આ બે કામ એક સાથે થઈ શકતા નથી. જેવી રીતે ગંદકીમાં આળોટતું ભૂંડ આપણા ઘરમાં પ્રવેશે તો ઘરને પણ ગંદુ કરે છે તેવી જ રીતે કુસંસ્કારોની ગંદકીમાં આળોટતા મનુષ્યો આપણા મનરૂપી મકાનને ગંદુ કરશે. આપણે ઘણીવાર એવું માનતા હોઈએ છીએ કે આપણો કોઈ મિત્ર શરાબપાન કરતો હોય, જુગાર રમતો હોય અથવા માંસાહાર કરતો હોય તો એનાથી આપણને શો ફરક પડે છે! હું શાકાહારી ભોજન આરોગતો હોઉં અને કોઈ મિત્ર માંસાહારી ભોજન મારી સામે બેસીને કરતો હોય તો પણ મારે શા માટે એનો વિરોધ કરવો જોઈએ? હું પોતે વર્ષો સુધી આવું કહેતો રહ્યો હતો. હવે મારા વિચારો બદલાયા છે. ખરાબ કામ એ હંમેશા ખરાબ જ રહે છે. હું પોતે ન કરું તો મારી હાજરીમાં એ થવા દઉં તો પણ તેનું પાપ મને લાગે છે. જ્યાં ખરાબ પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં આપણે હાજર રહેવું નહીં. જેવી રીતે ભગવાનની સામે નાહી ધોઈને, સ્વચ્છ દેહ લઈને હાજર થઈએ છીએ એવી જ રીતે મનને પણ સ્વચ્છ કરીને હાજર થવું જોઈએ.
ભગવાનની સામે સ્વચ્છ દેહ લઈને હાજર થઈએ તેમ મનને સ્વચ્છ કરીને હાજર થવું જોઈએ
Follow US
Find US on Social Medias